Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજબીલ નિયમિત ઉઘરાવતી કંપની પુરવઠો નથી આપતી!:
જામનગર તા. ૩૦: જામનગરના ગુલાબનગર તેમજ ખોડિયાર કોલોની સહિતના વિસ્તારોમાં કેટલાક દિવસથી કેટલાક દિવસ ઋસણા લેતી વીજરાણીના કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે.
જામનગર શહેરના ગુલાબનગર તેમજ આજુબાજુમાં અત્યંત વિકસિત બનેલા રાજપાર્ક, ત્રિમંદિર સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી વીજ ધાંધિયા રોજીંદા બની ગયા છે. જેના કારણે ભરઉનાળે ત્યાંના નાગરિકો પરસેવે રેબઝેબ બની રહ્યા છે. આ વિસ્તારો ઉપરાંત ગઈકાલે જામનગરના ખોડિયાર કોલોની તથા તેની સામે આવેલી નિલકમલ સોસાયટી સહિતના વિસ્તારોમાં પણ વીજળી રાણી અચાનક રીસાઈ જતા ત્યાંના નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા હતા. વીજ બીલની રકમ સમયસર ભરપાઈ કરવા માટે અવારનવાર તાકીદના સ્વરૂપમાં ગ્રાહકોને ધમકાવતી રહેતી વીજ કંપની પુરતો વીજ પુરવઠો આપવામાં વધુ એક વખત નિષ્ફળ જઈ રહી છે જેના પગલે નાગરિકોમાં રોષ પ્રસર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial