Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ-૨૦૨૬-૨૮ માટે સામાન્ય સભામાં ૧૫ સભ્યોની નવી કારોબારી બિનહરીફઃ
જામનગર તા. ૩૦: જામનગર પત્રકાર મંડળના હોદ્દેદારો, કારોબારી સભ્યોની બિનહરીફ વરણી થઈ છે. સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે જામનગર પત્રકાર મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને ખજાનચીને રીપીટ કરાયા તો સહમંત્રી પણ બિનહરીફ વરાયા છે.
જામનગર ના પ્રતિષ્ઠિત અને ૫૦ વર્ષ જૂના 'જામનગર પત્રકાર મંડળ' ના વર્ષ ૨૦૨૬-૨૮ ના કાર્યકાળ માટે નવી કારોબારી સમિતિ અને હોદ્દેદારોની સર્વાનુમતે (બિનહરીફ) વરણી કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં ૧૫ સભ્યોની કારોબારીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. અને કારોબારી સમિતિની બેઠકમાં તમામ કારોબારી સભ્યોએ એકસૂરે ગત વર્ષની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવીને જૂના હોદ્દેદારોને જ યથાવત રાખવાનો અને બિનહરીફ જાહેર કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
વર્ષ ૨૦૨૬-૨૭ માટે જામનગર પત્રકાર મંડળના હોદ્દેદાર તરીકે પ્રમુખ પદે ધર્મેન્દ્રભાઈ (ભરત) રાવલ, ઉપપ્રમુખ પદે સંજયભાઈ આઈ. જાની, મંત્રી પદે કિંજલભાઈ કારસરીયા અને ખજાનચી પદે સૂચિતભાઈ બારડ ને બિન હરીફ રીપીટ કરવામાં આવ્યા છે. તો સહમંત્રી પદે અનિલભાઈ ગોહિલની કારોબારી સભ્યોની મળેલી બેઠકમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જેને કારોબારી સભ્યો અને ઉપસ્થિત તમામ મંડળના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.
વર્ષ ૨૦૨૬ - ૨૮ માટે જામનગર પત્રકાર મંડળ ના કારોબારી સભ્યો તરીકે ધર્મેન્દ્રભાઈ (ભરતભાઈ) રાવલ, કિંજલભાઈ કારસરીયા, સંજયભાઈ જાની, મુકુંદભાઈ બદીયાણી, સૂચિતભાઈ બારડ, જગત ભાઈ રાવલ,હિરેનભાઈ ત્રિવેદી, અતુલભાઈ મહેતા, અનિલભાઈ ગોહિલ, દિપકભાઈ લાંબા, પરેશભાઈ ફલિયા, ધર્મેશભાઈ રાવલ, પરેશભાઈ કનખરા, મુબારકભાઈ મંધરા, નિર્મલભાઇ કારિયા સહિતના ૧૫ કારોબારી સભ્યો તરીકે બિનહરીફ જાહેર કરાયા છે.
જામનગર પત્રકાર મંડળની આગામી ૫૦ મી વર્ષગાંઠને યાદગાર અને ભવ્ય રીતે ઉજવવા અંગે વિશેષ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સભ્યો દ્વારા આ નિમિત્તે સન્માન સમારોહ, પ્રેરણાત્મક વ્યાખ્યાન અને અન્ય રચનાત્મક સામાજિક કાર્યક્રમો યોજવા માટે મહત્ત્વના સૂચનો આપવામાં આવ્યા હતા. હોદ્દેદારોએ તમામ સભ્યોના સહકારથી આ સુવર્ણ જયંતી વર્ષને ભવ્ય બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial