Advertisement
Author: નોબત સમાચાર

નવી વિશિષ્ટ ડાક સેવા 'જ્ઞાન પોસ્ટ'નો આરંભ

ભારતીય ડાક વિભાગ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૨: ભારતીય ડાક વિભાગ દ્વારા શિક્ષણક્ષેત્રમાં સહાયરૂપ થવા માટે એક નવી વિશિષ્ટ ડાક સેવા 'જ્ઞાન પોસ્ટ'નો પ્રારંભ કરાયો છે. આ સેવા દ્વારા વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને પુસ્તકો અને અભ્યાસ સામગ્રી સમયસર અને સસ્તા દરે પહોંચાડવાનો ઉદેશ છે.

જ્ઞાન પોસ્ટ દ્વારા જેઓ દૂરસ્થ સ્થાનોમાં અભ્યાસ કરેછે કે શિક્ષણ સંસ્થામાંથી ભણતર મેળવે છે તેમને કોર્સ સંબંધિત પુસ્તક સામગ્રી, માન્ય શિક્ષણ બોર્ડ અને યુનિ. દ્વારા માન્ય સાહિત્ય અને સામાજિક, સાંસ્કૃતિક કે ધાર્મિક સંદર્ભવાળી સામગ્રી મોકલી શકાય છે.

જેની મુખ્ય વિશેષતાઓ ઓનલાઈન ટ્રેક, ટ્રેસ સુવિધા, પ્રૂફ ઓફ પોસ્ટીંગ અને જરૂર મુજબ પ્રૂફ ઓફ ડિલિવરી, તમામ ડાકઘર કાઉન્ટર પરથી રીટેલ બુકીંગ ઉપલબ્ધ, વજન ૩૦૦ ગ્રામ, મહત્તમઃ પ ગ્રામ, સર્ફેસ મોડ દ્વારા વહન થતું હોવાથી ખર્ચ અસરકારક છે.

આ સેવા હેઠળ ફકત શૈક્ષણિક સામગ્રી મોકલવી માન્ય છે. વેપારીક સામગ્રી, જાહેરાતો અથવા અંગત પત્ર વ્યવહાર માન્ય નથી. જ્ઞાન પોસ્ટ તરીકે ચોકકસપણે માર્ક કરેલા અને નિરીક્ષણ માટે યોગ્ય પેકીંગવાળા પેકેટ્સ જ રહેશે. પોસ્ટેજ દરો માત્ર રૂ.૨૦થી શરૂ થાય છે. (૩૦૦ ગ્રામ સુધી) અને મહત્તમ રૂ.૧૦૦ (૫ કિલો સુધી) સુધી છે. નોંધણી અને ઈન્સ. જેવી વધારાની સેવાઓ પણ ઉપલબ્ધ છે. જ્ઞાન પોસ્ટ એક અત્યંત ઉપયોગી પગલુ છે. જે શિક્ષણને દરેક સુધી પહોંચાડવાનો પ્રયાસકરે છે ખાસ કરીને ગ્રામ્ય અને અંતરીયાળ વિસ્તારોમાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh