Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના યુવાન પડી ગયા પછી મોતને શરણઃ
જામનગર તા. ૧૨: જામનગરના એક યુવાન કોઈ રીતે પડી ગયા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે દ્વારકાના પોસીત્રા તથા ઓખાના ડાલ્ડા બંદર પર બે વ્યક્તિને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.
જામનગરના ઠેબા બાયપાસ પાસે આવેલા સરદાર પાર્ક-૪માં રહેતા નિરવભાઈ ભીખુભાઈ શુક્લા નામના ૨૭ વર્ષના યુવાન શનિવારે સવારે પોતાના ઘર તરફ પરત ફરતા હતા. ત્યારે ઘર પાસે પહોંંચ્યા પછી નિરવભાઈ કોઈ કારણથી બેભાન બનીને ઢળી પડ્યા હતા. તેઓને નાકમાંથી લોહી નીકળવા માંડ્યું હતું.
સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ યુવાનને ફરજ પરના તબીબે ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના નાનાભાઈ મિહિરભાઈ શુક્લાએ પોલીસને જાણ કરી છે.
દ્વારકા તાલુકાના પોસીત્રા ગામમાં રહેતા રાધાભા બાલુભા જડીયા નામના યુવાન શુક્રવારે રાત્રે પોતાના ઘરે ટીવી જોતા હતા ત્યારે તેઓને હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યું છે. લખુભા મેઘાભા જડીયાએ પોલીસને જાણ કરી છે. ઓખાના ડાલ્ડા બંદર પર માછીમારી માટે આવેલા મૂળ નવસારી જિલ્લાના જલાલ પોર તાલુકાના વતની રવિન્દ્ર હસમુખભાઈ ટંડેલ (ઉ.વ.૫૦) નામના માછીમાર શુક્રવારે રાત્રે સાડા દસેક વાગ્યે સૂવા માટે ગયા પછી સવાર સુધીમાં તેઓનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ધવલ ટંડેલે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial