Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાપક ફરિયાદો ઊભી થતા તંત્રની પોલ છતી થઈ ગઈઃ
જામનગર તા. ૧રઃ જામનગર જેવા અતિ સંવેદનશીલ શહેરમાં સાયરન સિસ્ટમની નબળાઈ છતી થઈ ગઈ હતી. જામનગરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં ૧ર સ્થળો ઉપર સાયરન ગોઠવવામાં આવ્યા હોવાનું જાહેર થયું હતું. પણ... ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે જ્યારે સાયરન વગાડવાની જરૂર પડી ત્યારે આ સાયરનો વાગ્યા તો હશે જ અને કદાચ આસપાસના પ૦-૧૦૦ મીટરના વિસ્તારમાં લોકોને સંભળાયા પણ હશે...
પરંતુ... શહેરના સાધના કોલોની, દિગ્વિજય પ્લોટ, પટેલ કોલોની જેવા અનેક વિસ્તારોમાંથી લોકોને સાયરન સંભળાયા ન હતાં તેવી વ્યાપક ફરિયાદો ઊઠવા પામી હતી.
મનપા તંત્રએ લગાડેલા સાયરન કાં તો ઓછી ક્ષમતાના હોય શકે છે અથવા તેનું વોલ્યુમ એડજેસ્ટ કરવામાં ક્ષતિ થઈ હશે... પણ શહેરના અનેક વિસ્તારોમાં સાયરન સંભળાયા ન હતાં તે હકીકત છે. યુદ્ધ જેવી આપત્તિજનક સ્થિતિ સમયે પણ મનપા તંત્રની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં નબળાઈ છતી થઈ ગઈ હતી.
આ બાબતે કેટલાક જાગૃત નાગરિકોએ સંબંધિ વિભાગના ઉચ્ચ અધિકારી સાથે સંપર્ક કર્યો તો એવો જવાબ મળ્યો કે અરે, ભાઈ અત્યારે અમે ખૂબ જ વ્યસ્ત છીએ ત્યારે આવી ફરિયાદો ન કરો તો સારૂ. જો કે જાગૃત નાગરિકોએ તો ત્યાં સુધી જણાવ્યું કે સાહેબ, આ ફરિયાદ નથી, પણ તંત્રનું ધ્યાન દોરવાની એક નાગરિક તરીકે ફરજ બજાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial