Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં કાલે અનોખી રીતે ઉજવાશે શ્રીશ્રી રવિશંકર મહારાજનો જન્મદિવસ

આર્ટ ઓફ લિવીંગ યુનિટ દ્વારા

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૨: આવતીકાલે દ્વારકામાં શ્રી શ્રી રવિશંકરજીના જન્મોત્સવની દ્વારકામાં અનોખી રીતે ઉજવણી કરાશે. દ્વારકાધીશના મંદિરે ધ્વજારોહણ, મહાસુદર્શન ક્રિયા, સત્સંગ, મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાશે.

આવતીકાલે તા. ૧૩મીને મંગળવારના શ્રી શ્રી રવિશંકર મહારાજના જન્મદિવસની આર્ટ ઓફ લિવીંગ યુનિટ દ્વારા દ્વારકામાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. તા. ૧૩મીએ મીરા ગાર્ડનમાં સવારે ૬-૩૦ થી ૮-૩૦ ગુરૂજીના વોઈસમાં લોંગ એરોબીક યોગા સાથે મહાસુદર્શન ક્રિયા (અંકિત મહેતા સાથે) યોજાશે.

બપોરે ૩-૦૦ વાગ્યે સન્યાસ આશ્રમમાં દ્વારકાધીશજીની ધ્વજાનું પૂજન, સાંજે ૪-૦૦ કલાકે શોભાયાત્રા, સાંજે ૭-૦૦ થી ૯-૦૦ ગુરૂપૂજા સાથે મહા સત્સંગ, રાત્રે ૯-૦૦ કલાકે પ્રભુપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાશે.

આ કાર્યક્રમમાં વ્યવસ્થાના ભાગરૂપે નામ નોંધાવવું ફરજીયાત છે. રહેવા તથા જમવાની વ્યવસ્થા માટે જીતુભાઈ પાઢ મો. નં. ૯૭૧૪૪૨૭૧૦૦ તેમજ ધ્વજાજીના યજમાન બનવા માટે નિકુંજ પંચમતીયા મો. નં. ૮૨૬૪૯ ૯૯૧૨૪ નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh