Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં રહેણાંક મકાનમાંથી ૧૨૧૬ ગ્રામ ગાંજા સાથે બે શખ્સ ઝડપાયાઃ એકનું નામ ખૂલ્યું

વરવાળામાંથી ૬૪૬ ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાઈ ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: ખંભાળિયાના શક્તિનગર નજીક શીરૂ તળાવ પાસે એક મકાનમાં ગઈકાલે દેવભૂમિ દ્વારકા એસઓજીએ દરોડો પાડી ૧ કિલો ૨૧૬ ગ્રામ ગાંજો કબજે કર્યાે છે. આ જથ્થા સાથે બે શખ્સ ઝડપાઈ ગયા છે. એસઓજીએ ગાંજો, બે મોબાઈલ કબજે લઈ પૂછપરછ કરતા નંદુરબારના અન્ય એક શખ્સનું નામ ખૂલ્યું છે. જ્યારે ઓખામંડળના વરવાળામાં એક મકાનમાં દ્વારકા પોલીસે દરોડો પાડી ૬૪૬ ગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં શક્તિનગરમાં સીરૂ તળાવ પાસે આવેલા એક શખ્સના મકાનમાં ગાંજો રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે દેવભૂમિ દ્વારકા એસઓજીના સ્ટાફે ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલની સૂચના અને પીએસઆઈ કે.એમ. જાડેજાના વડપણ હેઠળ પ્રવીણભાઈ વસંતભાઈ રાઠોડ નામના દેવીપૂજક શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો.

આ મકાનની તલાશી લેવાતા ત્યાંથી ૧૨૧૬ ગ્રામ ગાંજા સાથે પ્રવીણભાઈ રાઠોડ તેમજ સમીર શંકરભાઈ વાઘેલા નામના બે શખ્સ ઝડપાઈ ગયા હતા. એસઓજીએ રૂ.૬૦૮૦૦ની કિંમતનો ગાંજાનો જથ્થો તેમજ તેને ભરવા માટે રાખવામાં આવેલી પ્લાસ્ટિકની કોથળી તથા બે મોબાઈલ સાથે પ્રવીણભાઈ તથા સમીરની અટકાયત કરી લીધી છે. આ શખ્સોએ મહારાષ્ટ્રના નંદુરબારમાં રહેતા રાજુ નામના શખ્સનું નામ પણ આપ્યું છે. ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા વરવાળા ગામમાં એક શખ્સ પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી પરથી દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એલ. બારસીયાની સૂચનાથી પીએસઆઈ ડી.એ. વાળા તથા સ્ટાફે ગઈકાલે વરવાળામાં દુધલી તળાવ પાસે જાફર અબ્દુલ ભટ્ટી નામના શખ્સ ના મકાનમાં દરોડો પાડ્યો હતો.

આ વૃદ્ધના મકાનમાંથી ૬૪૬ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે રૂ.૩૨૩૦૦ની કિંમતનો ગાંજાનો જથ્થો કબજે લઈ જાફર અબ્દુલભાઈ સામે દ્વારકા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે. મીઠાપુરના પીએસઆઈ આર.એમ. રાજપૂતે તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh