Advertisement
Author: નોબત સમાચાર

રવિપાર્ક ઝોન-બી હેઠળના વિસ્તારોમાં આજે જળ વિતરણ બંધઃ આવતીકાલથી શરૂ

જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટમાં શટડાઉન હોઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે, તા. ૨૫-૧૧-૨૦૨૫ મંગળવારના રવિપાર્કની રાઈઝીંગ પાઈપ લાઈન એમ.ઈ.એસ. કેમ્પસની અંદરથી પસાર થતી હોય તેનું લીકેજ રીપેરીંગ કરવાનું હોવાથી જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટમાં શટડાઉન લેવાનું હોય જેથી જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટ સંલગ્ન રવિપાર્ક ઈ.એસ.આર.માં તા.૨૫/૧૧/૨૦૨૫ મંગળવારના પાણી વિતરણ બંધ રહેશે. રવિપાર્ક ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો સિદ્ધાર્થનગર, જોગણીનગર, ખેતીવાડી, ઈન્દિરાકોલોની, પ્રજાપતિવાડી વિસ્તાર, આઠ માળીયા, કોમલનગર, રાજીવનગર,હિરાપાર્ક, બહેરામુંગા શાળા વિસ્તાર, રાવલવાસ, વામ્બે આવાસ, પરમાર પાળો, યોગેશ્વર ધામ, સાઈરામ-એ,બી,સી, સ્વામિનારાયણ ધામ, વાયુનગર, સેનાનગર, આકાશનગર, બળદેવનગર, મુરલીધરનગર, કનૈયા પાર્ક, રવિપાર્ક ટાઉનશીપ, જય દ્વારકાધીશ પાર્ક-૧ વિગેરે વિસ્તારોમાં પાણી બંધ રહેશે. ઉકત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લઈને સહકાર આપવા ંવોટર વર્કસ શાખા, જામનગર મહાનગર પાલિકાની યાદી જણાવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh