Advertisement
Author: નોબત સમાચાર

કારખાનામાં મજૂરીકામે ગયેલા તરૂણ બેભાન બની ગયા પછી મોતને શરણ

પિતાનું પોલીસે નિવેદન નોંધ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક તરૂણ કારખાનામાં તાંબાના સળીયા સીધા કરવાની મજૂરીના કામે ગયા પછી ચક્કર આવતા કારખાનામાં પડી ગયા હતા. આ તરૂણનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેના પિતાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરના બેડી વિસ્તારમાં મહેબુબશા ચોકમાં રહેતા સાહીદરઝા રહીમભાઈ નગામણા નામના સત્તર વર્ષના તરૂણ ઓમ એક્સટ્રુઝન નામના કારખાનામાં શનિવારે તાંબાના સળીયા સીધા કરવા મજૂરીના કામે ગયા હતા.

આ તરૂણ શનિવારે સાંજે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ચક્કર આવતા પડી ગયા હતા. ૧૦૮ મારફત તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે આ તરૂણને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા તેમના પિતા રહીમભાઈ હારૂનભાઈ નગામણાએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh