Advertisement
Author: નોબત સમાચાર

ઓખાના માછીમારોને ડિઝલની સબસિડી નહીં મળે તો હડતાલ પાડશેઃ પ્રચંડ આક્રોશ

સિઝનના પ્રારંભથી જ રહસ્યમય રીતે અધિકારીઓ રસ જ લેતા નથી !

                                                                                                                                                                                                      

ઓખા તા. ૧૫: ઓખામાં માછીમારો ડિઝલની સબસિડીથી વંચિત છે. તંત્રની બેદરકારી-ઉદાસીનતાને કારણે નુકસાન વેઠી રહેલા સાગરછોરૂઓએ આંદોલનની ચીમકી આપી છે. આના કારણે થઈ રહેલા આર્થિક નુકસાનના પગલે માછીમારોમાં આક્રોશ વ્યાપી ગયો છે, અને હડતાલ પાડવાની ચિમકી આપી છે.

માછીમારોને બોટ રજીસ્ટ્રેશન અનુસાર ટ્રીપ માટે ડિઝલની ખરીદીમાં સબસિડી આપવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે સિઝન આરંભ થઇ ત્યારથી જ એટલે કે ઓગસ્ટ મહિનાનાં બીજા પખવાડીયાથી જ સબસિડીની પ્રક્રિયા ઠપ્પ છે. આ ચર્ચિત મુદ્દે મત્સ્યોદ્યોગ કચેરીમાં સ્ટાફની અછતનું બહાનુ ગણગણાટનો વિષય બન્યું છે. તો એવી પણ ચર્ચા છે કે તાજેતરમાં પ્રકાશમાં આવેલ બોટ કૌભાંડને કારણે ડિઝલ સબસિડીની પ્રક્રિયા કરવામાં કોઈ અધિકારીને રસ નથી અથવા તેઓ આ મુદ્દે નિષ્ક્રિય રહેવા માંગે છે.

   ઉલ્લેખનીય છે કે માછીમારોને વર્ષ દરમ્યાન પ્રાપ્ત થતી ડિઝલની સબસિડીથી માછીમારોને રૂ. ૩ લાખ જેટલો લાભ થતો હોય છે પરંતુ ઓખામાં સિઝન ચાલુ થયાનાં ૩ મહિના પછી પણ સબસિડીની કામગીરી ઠપ્પ હોવાથી નુકસાન વેઠતા માછીમારો આક્રોશ સાથે લાચારી અનુભવી રહૃાા છે.

સતત રજૂઆતો છતા મળવાપાત્ર સબસિડી સહિતનાં લાભથી વંચિત રહેલા માછીમારો હવે લડી લેવાનાં મૂડમાં છે. શ્રી ઓખા સાગરપુત્ર ફિશીંગ બોટ એસોસિએશન દ્વારા આ મુદ્દે ઘટતુ કરવા મત્સ્યોધ્યોગ કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું છે તથા ૭ દિવસમાં સમસ્યાનું સમાધાન ન થાય તો તમામ બોટ - હોડીઓ બંધ કરી ઓખામાં  મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીએ આંદોલનની ચીમકી આપી છે.

એ પણ ઉલ્લેખનીય છે કે માછીમારોને મળવાપાત્ર  ડિઝલની સબસિડીનો લાભ અન્ય બંદરો પણ મળી જ રહૃાો છે. ફક્ત ઓખામાં જ આ પ્રક્રિયા ઠપ્પ પડેલી છે. તો આ માટે કોણ જવાબદાર છે! ઓખાનાં માછીમારોને તાત્કાલિક સબસિડીનો લાભ મળે અને છેલ્લા ત્રણ મહિનામાં થયેલ નુકસાનીનું વળતર પણ મળે એવી માંગ ઉઠી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh