Advertisement
Author: નોબત સમાચાર

મરનારનું ડાઈંગ ડેકલેરેશન ભરોસાપાત્ર ન જણાય તો તેના આધારે સજા ન થઈ શકે

એક મહિલાની આત્મહત્યાના કેસમાં કોર્ટનું તારણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના સરમતના એક પરિણીતાએ થોડા મહિનાઓ પહેલાં અગનપછેડી ઓઢી લીધી હતી. તેણીનું એક્ઝિ. મેજી. સમક્ષ નિવેદન લેવાયું હતું. તે પછી આ પરિણીતાનું મૃત્યુ નિપજતા તેણીને મરી જવા માટે મજબૂર કરાયાની બે મહિલા સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો કર્યાે છે.

જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા સરમત ગામમાં વસવાટ કરતા એક પરિણીતાના પતિને જયદેવસિંહ રાજેન્દ્રસિંહ જેઠવા સાથે પરિચય હતો. તે પછી જયદેવસિંહે આ પરિણીતાને માર મારી અપહરણ કર્યા પછી જુદી જુદી જગ્યાએ લઈ ગયો હતો ત્યાંથી પરત લાવ્યા પછી જામનગર રેલવે સ્ટેશન પાસેથી ભગવતસિંહ જેઠવા, ઈન્દ્રાબા જેઠવા, ધીરજબા જીતુભા જેઠવાએ પણ તે પરિણીતાને માર મારી ગોંધી રાખી હતી.

ત્યારપછી મોકો મળતા આ પરિણીતા પોતાના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં તેઓએ શરીર પર કોઈ જવલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપતા તેણી સળગી ઉઠ્યા હતા. સારવાર દરમિયાન એક્ઝિ. મેજી. સમક્ષ તેઓએ નિવેદન આપ્યું હતું અને આરોપીઓના ત્રાસથી આત્મહત્યાની કોશિષ કરી હોવાનું જણાવ્યું હતું. તે પછી આ પરિણીતાનું મૃત્યુ થયું હતું. પોલીસે આઈપીસી ૩૦૬ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોક્ત કેસ જામનગરની કોર્ટમાં ચાલી જતા બચાવપક્ષે દલીલ કરી હતી કે, મૃતકના એક્ઝિ. મેજી. સમક્ષના નિવેદન વેળાએ તેઓ ભાનમાં હતા કે કેમ? તે બાબત શંકા ઉપજાવે તેવી છે. મૃતકનું પ્રથમ અને બીજુ નિવેદન વિપરીત વિગતોવાળુ છે. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. બચાવપક્ષે વકીલ કિરણભાઈ બગડા, જયેન્દ્રસિંહ ઝાલા, જે.ડી. ગણાત્રા, પાર્થ કે. બગડા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh