Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૧૪.૧૧ કરોડ મંજુરઃ ખાનગી કંપનીને વર્કઓર્ડર અપાયો
દ્વારકા/ ખંભાળિયા તા. ૧૫: દ્વારકાની ગોમતી નદી પર સુદામા સેતુ નવનિર્માણ કામગીરી ટૂંકમાં શરૂ થશે. ટેન્ડર મંજુર કરી વર્ક ઓર્ડર અપાયો છે. અને એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરાશે. તેમ જાણવા મળે છે.
યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના બંને કાંઠાને જોડતા સુદામા સેતુ નવનિર્માણની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ અંગે ખાનગી એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવાયો છે અને ૧૪.૧ કરોડ રૂપિયાના ખર્ચે અંદાજે એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે.
ઓકટોબર-૨૦૨૨ માં મોરબી પૂલ દુર્ઘટના પછી રાજ્યભરના કેબલ બેઈઝડ પૂલોની સાથોસાથ દ્વારકાના ગોમતી ઘાટ અને પંચનદ તીર્થને જોડતા શહેરના પ્રમુખ આકર્ષણ સમા સુદામા સેતુ પર પણ યાત્રીકોની અવરજવર નિષેધ કરાયા પછી લાંબા સમયગાળા પછી આશરે સવા ત્રણ વર્ષે સુદામા સેતુને પુનઃ મજબૂતીકરણ કરવાના કામની ટૂંક સમયમાં શરૂઆત થનાર છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે.એન. પટેલના જણાવ્યાનુસાર આ અંગે ખાનગી એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવાયો હોય એજન્સી દ્વારા સાઈટ કલીયરન્સની કામગીરી શરૂ કરી દેવાઈ છે જે અંદાજે એક વર્ષના સમયમાં પૂર્ણ કરવામાં આવનાર છે. યાત્રીકોને સુદામા સેતુ વીઝીટનો લુત્ફ ઉઠાવવા હજુ અંદાજિત એકાદ વર્ષ સુધી રાહ જોવી પડશે.
મા.અને મ. વિભાગના કા.ઈજનેર કે.એન. પટેલના જણાવ્યાનુસાર સુદામા સેતુ રી-સ્ટ્રેન્ધનીંગની કામગીરીમાં જૂના એમ.એસ. સ્ટીલને બદલે સ્ટેનલેસ સ્ટીલના કેબલનો ઉપયોગ કરાશે તેમજ બંને તરફના પીલર યથાવત રાખી અન્ય ભાગમાં જર્મન અને ફ્રેન્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરી કેબલીંગની કામગીરી કરી પુનઃ મજબુતીકરણ હાથ ધરાશે. આ ઉપરાંત બ્રિજમાંના જૂના પાયલોનનું કટીંગ કરી મજબૂતીકરણ કરી બ્રીજ રીસ્ટ્રેન્ચનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રોજેકટ માટે સરકારે ૧૪.૧૧ કરોડ મંજૂર કર્યા હોય જે પૈકી ૯.૪૫ કરોડ રૂપિયા યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ બાકી રહેતા અંદાજિત પાંચ કરોડ રૂપિયા દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા ભોગવવામાં આવનાર છે. પી.ડબલ્યુ.ડી. દ્વારા પ્રાઈવેટ કું.ને કામ સોંપાયું હોય ટૂંક સમયમાં સુદામા સેતુ પાસે કન્સ્ટ્રકશન મશીનરી ધમધમતી જોવા મળશે. નવો બનનાનો સુદામા સેતુ સંપૂર્ણપણે હાઈટેક અને સુરક્ષિત હશે.
સુદામા સેતુ હાલ બંધ હોય ભાવિકોને પંચકુઈ જવા માટે ઊંટ કે બોટમાં જવું પડે છે. આ સુદામા સેતુ થતાં લોકો તેના પરથી સીધા ચાલીને સામા કાંઠે જઈ શકશે તથા ત્યાં દરિયાના વાતાવરણની પણ મઝા મેળવી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial