Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હી બન્યું ગેસ ચેમ્બરઃ એકયુઆઈ ૫૦૦: ફલાઈટો મોડી થવા અંગે એરલાઈન્સોની ચેતવણી

ઝેરીલી હવામાં શ્વાસ લેવો પણ મુશ્કેલઃ ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૫: દિલ્હીના રહેવાસીઓ આ સમયે હવા અને ધુમ્મસના બમણા મારનો સામનો કરી રહૃાા છે. સોમવારે સવારે, રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (એકયુઆઈ) ૫૦૦ પર નોંધાયો છે. આ ગંભીર પ્રદૂષણની સાથે ગાઢ ધુમ્મસ છવાયું હોવાથી આઈટીઓ સહિત ઘણાં વિસ્તારોમાં વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે.

જેમ જેમ દિલ્હીમાં ઠંડી વધી રહી છે, તેમ તેમ એકયુઆઈ સ્તરમાં પણ વધારો થઈ રહૃાો છે. આજે સવારે ૬ વાગ્યે દિલ્હીનો સરેરાશ એકયુઆઈ ૪૫૬ નોંધાયો, જે 'ખૂબ ગંભીર' પ્રદૂષણની સ્થિતિ દર્શાવે છે. અશોક વિહાર, રોહિણી, જહાંગીરપુરી અને વજીરપુર જેવા વિસ્તારોમાં તો એકયુઆઈ લેવલ ૫૦૦ સુધી પહોંચી ગયું છે. ઓછી પવનની ગતિને કારણે દિલ્હી હાલમાં 'ગેસ ચેમ્બર' થી ઓછું નથી. આનંદ વિહારમાં એકયુઆઈ ૪૯૩, નેહરુ નગરમાં ૪૮૯, ઓખલા અને આરકે પુરમમાં ૪૮૩, જ્યારે વિવેક બિહારમાં ૪૯૩ નોંધાયો હતો.

આ પરિસ્થિતિમાં લોકો માટે ખુલ્લી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. આંખોમાં બળતરા અને માથાનો દુખાવો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે, અને સ્થિતિ એટલી ગંભીર છે કે ઘરોની અંદર પણ ઝેરી હવા અસર કરી શકે છે. દિલ્હીમાં 'ગ્રેપ-૪' લાગુ હોવા છતાં સ્થિતિ નિયંત્રણમાં આવી રહી નથી.

દિલ્હીવાસીઓ ગાઢ ધુમ્મસ અને સ્મોગના બેવડા પ્રહારનો સામનો કરી રહૃાા છે. આજે સવારે ૩ મીટર દૂરનું પણ કંઈ દેખાતું નહોતું, જેના કારણે રસ્તાઓ પર વાહનો ધીમી ગતિએ ચાલતા જોવા મળ્યા હતા. રવિવારે પણ દિલ્હીના ૩૯ સક્રિય વાયુ ગુણવત્તા મોનિટરિંગ કેન્દ્રોમાંથી ૩૮ માં પ્રદૂષણનું 'ગંભીર' સ્તર નોંધાયું હતું. ગત દિવસના ૪૩૨ એકયુઆઈ થી વધીને આ સ્તર રેકોર્ડ પર પહોંચી ગયું છે, જે એપ્રિલ ૨૦૧૫ માં એકયુઆઈ મોનિટરિંગ સિસ્ટમ શરૂ થયા પછીનું સૌથી ઊંચું સ્તર છે.

દિલ્હી-એનસીઆર પર સિઝનનું પહેલું ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હોવાથી દિલ્હી એરપોર્ટ પર ફલાઇટ્સ મોડી પડી શકે છે. ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટ જેવી એરલાઇન્સે મુસાફરોને આ અંગે ચેતવણી આપી છે. ધુમ્મસને કારણે રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તારોમાં લ્લશ્યતા લગભગ શૂન્ય થઈ ગઈ હતી, જેના કારણે મુસાફરો માટે મુસાફરી મુશ્કેલ બની હતી. ધુમ્મસ એટલું ગાઢ હતું કે કેટલાક વિસ્તારોમાં લ્લશ્યતા ૫ થી ૧૦ મીટર સુધી મર્યાદિત હતી.

દિલ્હીમાં વ્યા૫ેલા પ્રદુષણે પણ સમસ્યાને વધારી દીધી હતી, ધુમ્મસની દિલ્હી એરપોર્ટ પર પણ નોંધપાત્ર અસર પડી હતી. ઇન્ડિગોએ એકસ પર એક નિવેદન જારી કર્યું. તેઓએ કહૃાું, આજે સવારથી દિલ્હીમાં શિયાળાનું પહેલું ધુમ્મસ જોવા મળ્યું છે. એરપોર્ટની આસપાસ લ્લશ્યતા ઘટી ગઈ છે. બદલાતા હવામાનને કારણે, કેટલીક ફલાઇટ્સ પ્રસ્થાન કરવામાં થોડો વધુ સમય લાગી શકે છે. એરલાઇને વધુમાં કહૃાું, અમે સમજીએ છીએ કે તમારી યોજનાઓ, સમયપત્રક અને જોડાણો મહત્વપૂર્ણ છે. અમે તમને ખાતરી આપીએ છીએ કે અમારી ટીમો તમારી મુસાફરી દરમિયાન તમને મદદ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ધુમ્મસ રોડ ટ્રાફિકને પણ ધીમું કરી શકે છે, તેથી એરપોર્ટ સુધી પહોંચવા માટે વધારાનો સમય આપવાની સલાહ આપવામાં આવે છે.

આરોગ્ય વિભાગની ચેતવણી

ઘરમાં રહેજો નહીંતર ફેંફસા બગડશે

આરોગ્ય નિષ્ણાતોએ પ્રદૂષિત હવામાં લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે ગંભીર સ્વાસ્થ્ય જોખમોની ચેતવણી આપી છે. આરોગ્ય નિષ્ણાત શીલા યાદવે જણાવ્યું હતું કે એકયુઆઈ સ્તર ૩૦૦ થી ૪૦૦ ની વચ્ચે રહે છે, ક્યારેક ૪૫૦ થી વધુ, લોકોએ બહાર ચાલવાનું કે કસરત કરવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને સવારે. તેમણે કહૃાું કે શારીરિક પ્રવૃત્તિ બંધ ન કરવી જોઈએ, પરંતુ ઘરની અંદર કરવી જોઈએ, કારણ કે પ્રદૂષિત હવાના સંપર્કમાં આવવાથી ૫ીએમ ૨.૫ જેવા સૂક્ષ્મ કણો ફેફસામાં ઊંડે સુધી પ્રવેશી શકે છે. યાદવે લોકોને સલાહ આપી હતી કે જ્યારે ખૂબ જ જરૂરી હોય ત્યારે જ બહાર નીકળો. તેમણે સખત પ્રવૃત્તિઓ ટાળવા અને સ્વસ્થ આહાર લેવા, પુષ્કળ પાણી પીવા અને શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવામાં મદદ કરવા માટે મોસમી ફળો ખાવા પર ભાર મૂક્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh