Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે વર્ણન મેળવી તપાસનો ધમધમાટ આદર્યાે:
જામનગર તા. ૧૫: જામનગરની સાધના કોલોની પાસેથી શુક્રવારે રાત્રે ચાલીને જતા એક વૃદ્ધ દંપતી પર ત્રાટકેલી સમડીએ વૃદ્ધાના ગળામાંથી રૂ.દોઢ લાખના સોનાના ચેઈનની ચીલઝડપ કરી હતી તેની આ વૃદ્ધાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વર્ણન પરથી બંનેના સગડ દબાવ્યા છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ન્યુ સાધના કોલોનીની શેરી નં.૧માં રહેતા મણીબેન સમસુદ્દીનભાઈ પૂજાણી તથા તેમના પતિ સમસુદ્દીનભાઈ અલીભાઈ પુંજાણી શુક્રવારે રાત્રે નવેક વાગ્યે નવી સાધના કોલોનીના ગેઈટ પાસેથી ચાલીને પોતાના ઘર તરફ જતા હતા. ત્યારે ત્યાં ધસી આવેલા એક અજાણ્યા શખ્સે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મણીબેનના ગળામાંથી અંદાજે ત્રણેક તોલાનો સોનાનો ચેઈન ઝૂંટ મારીને લૂંટી લીધો હતો.
ત્યારપછી મણીબેનને ધકકો મારી પછાડી દઈ આ શખ્સે દોટ મૂકી હતી અને ત્યાં નજીકમાં જ રીક્ષા ચાલુ રાખીને ઉભેલા તેના સાગરીતની સાથે આ શખ્સ નાસી ગયો હતો. અંદાજે રૂ.દોઢ લાખની કિંમતના સોનાના ચેનની લૂંટ કરી જવા અંગે રીક્ષા ચાલક તથા અજાણ્યા શખ્સ સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મણીબેને ફરિયાદ નોંધાવી છે. પોલીસે બ્લુ રંગનો કોટ પહેરીને આવેલા અને ચેઈન ઝૂંટવી લેનાર શખ્સ તથા તેની સાથેના રીક્ષાચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિલા તથા તેમના પતિ શુક્રવારે રાત્રે કામસર ગયા પછી પરત જવા માટે જે રિક્ષામાં બેઠા હતા. તે રિક્ષામાંથી ખંભાળિયા નાકા પાસે ઉતરી ગયા પછી બીજી રિક્ષામાં બેસીને સાધના કોલોની પાસે ઉતર્યા હતા. તે પછી અગાઉ જે રિક્ષામાં તેઓ બેઠા હતા તે રિક્ષામાં રહેલા શખ્સ તથા તેના સાગરીતે લૂંટ કર્યાની જે તે વખતે મણીબેને કેફિયત આપી હતી. તે પછી ગઈકાલે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી પીએસઆઇ એમ.કે. બ્લોચ તથા સ્ટાફે બંને શખ્સની શોધ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial