Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હમાપરના હત્યા પ્રયાસ કેસમાં જામીન અરજી નકારાઈઃ
જામનગર તા. ૧૫: જામજોધપુરમાં દોઢ મહિના પહેલાં થયેલી જૂથ અથડામણમાં બંને પક્ષે ફરિયાદ નોંધાવી હતી. ધરપકડ પામેલા એક પક્ષના આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી નામંજૂર થઈ છે. જ્યારે હમાપરમાં વૃદ્ધ પર બે મહિના પહેલાં થયેલા હુમલા ના કેસમાં બે આરોપીની પણ જામીન અરજી નકારાઈ છે.
જામજોધપુરમાં વાડીના રસ્તામાં દબાણના મામલે ગઈ તા.રર-૧૦-રપના દિને બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં પ્રદીપસિંહ પ્રવીણસિંહ જાડેજાએ પોલીસમાં કુહાડી, તલવાર, પાઈપ વડે હુમલો કરવા અંગે દિનેશસિંહ ગંભીરસિંહ જાડેજા, ઈન્દ્રજીતસિંહ મિતેશસિંહ, ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ, વિજયસિંહ નવલસિંહ, મિતેશસિંહ ગંભીરસિંહ, ગજેન્દ્રસિંહ કલુભા, સિદ્ધરાજસિંહ પ્રવીણસિંહ સામે રાવ કરી હતી.
પોલીસે ગુન્હો નોંધી આરોપી પૈકીના દિનેશસિંહ ગંભીરસિંહની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલો ગ્રાહ્ય રાખી નકારી કાઢી છે.
જોડિયાના હમાપર ગામના સ્મશાન પાસે ખરાબામાં રવિ મુળૂભાઈ, રાજ મુળૂભાઈ ડાંગર ખેતીકામ કરતા હતા તેના ચાલી રહેલા મનદુખ પછી ગઈ તા.૮-૧૦-રપની સાંજે ગનુબેન મુળૂભાઈ, પૂજાબેન મુળૂભાઈ, રવિ મુળૂભાઈ, રાજ મુળૂભાઈએ ધારીયા તથા કુહાડાથી કેશુરભાઈ ડાંગર પર હુમલો કર્યાે હતો. અક્ષય કેશુરભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ત્યારપછી ચાર્જશીટ થઈ જતા આરોપી રવિ અને રાજ મુળૂભાઈએ જામીન અરજી કરી હતી. અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીની અરજી ફગાવી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial