Advertisement
Author: નોબત સમાચાર

નાના થાવરીયા ગામમાં થેલેસેમિયાગ્રસ્ત ૧૨ વર્ષના બાળકને મધમાખી કરડીઃ મૃત્યુ

બનાવના પગલે પ્રસરી ગઈ અરેરાટીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગર નજીકના નાના થાવરીયામાં વસવાટ કરતા એક યુવાનના બાર વર્ષના થેલેસેમિયાથી પીડાતા પુત્રને આજે સવારે ઝેરી મધમાખી કરડી ગયા પછી રીએક્શન આવ્યું હતું. આ તરૂણને સારવાર માટે જામનગર હોસ્પિટલ લઈ જવાયો હોવા છતાં બચાવી શકાયો નથી. આ બનાવે ભારે અરેરાટી પ્રસરાવી દીધી છે.

જામનગર તાલુકાના નાના થાવરીયા ગામમાં આવેલા વાડી વિસ્તારમાં વસવાટ કરતા ધીરૂભાઈ જેપાર નામના યુવાનનો બાર વર્ષનો પુત્ર વિશાલ થેલેસેમિયાની બીમારીથી પીડાતો હતો. તે દરમિયાન આ બાળકને આજે સવારે કોઈ ઝેરી મધમાખી દંશ મારી જતા આ બાળક બેશુદ્ધ બની ગયો હતો. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા વિશાલનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવના પગલે નાના થાવરીયા ગામમાં શોક પ્રસરી ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh