Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની એલ.જી. હરિઆ સ્કૂલમાં ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રંગેચંગે ઉજવણી

વિવિધ આસનો દ્વારા શરીરને થતા ફાયદાથી માહિતગાર કરાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: તાજેતરમાં જામનગરની શ્રી એલ.જી. હરિઆ સ્કૂલમાં ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રંગેચંગે ઉજવાયો હતો. જેમાં ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. ભરતેશભાઈ શાહ, તેમના ધર્મપત્ની માયાબેન શાહ, શાળાના આચાર્ય ધવલ પટ્ટ, શાળાના સુપરવાઈઝરો, સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વાલીગણ સહર્ષ ઉપસ્થિત રહ્યા હતાં.

શાળાનાં વિશાળ મેદાનમાં કતારબદ્ધ બેઠેલા વિદ્યાર્થીઓએ સ્વયંશિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરૃં પાડયું હતું. શ્રી એલ.જી. હરિઆ સ્કૂલના શિક્ષકો કપિલ ત્રિવેદી અને દર્શના તેરૈયાએ મેદાનમાં ઉપસ્થિત સૌને યોગના જુદા જુદા અંગો વિશે માહિતી આપી હતી. જુદા જુદા આસનો દ્વારા શરીરને થતા ફાયદાઓ વિશે એમને સૌને માહિતગાર કર્યા હતા. ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. ભરતેશભાઈ શાહે ઉપસ્થિત વાલીઓને નિયમિત યોગ કરવાની ભલામણ કરી હતી. શાળાના આચાર્ય ધવલ પટ્ટે પણ વિદ્યાર્થીઓને યોગ માટે પ્રોત્સાહિત કરતા આપણા યોગાચાર્યો પતંજલિ અને અન્ય ઋષિમુનિઓના યોગ વિશે વિદ્યાર્થીઓને સમજાવતા કહ્યું હતું કે યોગ ભગાવે રોગ. ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટના ફાઉન્ડર ચેરમેન જયંતિલાલ એલ. હરિઆ તથા મેનેજીંગ ટ્રસ્ટી રમણીકલાલ કે. શાહે વિદ્યાર્થીઓને યોગ દિવસે પોતાની શુભકામનાઓ પાઠવી હતી.

શાળાના કેટલાક વિદ્યાર્થીઓએ જામનગર પોલીસ મુખ્ય મથકમાં યોગ અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેઓને મૂળુભાઈ બેરા (પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી), પ્રેમસુખ ડેલુ (એસ.પી.), કલેકટર ડી.એન. મોદી તથા નગરના નામાંકીત અધિકારીઓ સાથે વિદ્યાર્થીઓને યોગાભ્યાસ કરવાની અમૂલ્ય તક પ્રાપ્ત થઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh