Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમા સીડ્ઝ એન્ડ ગ્રેઈન મર્ચન્ટ્સ એસોસીએશન દ્વારા આવતીકાલે ભંડારોઃ શ્રમિકોને લાડુનું વિતરણ

વરૂણદેવને રીઝવવા દરવર્ષે અષાઢી બીજના પર્વે આ પ્રકારનું આયોજન થાય છેઃ ગઈકાલે આઠ હજાર લાડવા ગાયોને ખવડાવ્યા

                                                                                                                                                                                                      

વરૂણદેવને રીઝવવા માટે જામનગર વેપારી સંસ્થા દ્વારા દર વર્ષે ભંડારો યોજવામાં આવે છે જે મુજબ અષાઢી બીજનાં પવિત્ર દિવસે ધ સીડ્ઝ એન્ડ ગ્રેઈન મર્ચન્ટ્સ એસોસીએશન દ્વારા ભંડારો યોજવામાં આવે છે.  જેમાં ૮૨૦ કિલો ઘઉંનો લોટ, ૫૦૦ કિલો દેશી ગોળ, ૧૫૦ કિલો તેલ, ૮૦ કિલો ચણાનો લોટ અને ૧૨૦ કિલો ખાંડમાંથી લાડવા બનાવવામાં આવ્યા હતા. ૮૦૦૦ નંગ લાડવા બનાવી તેને ગાયોને વિતરણ કરાયુ હતું તેમજ ગ્રેઈન માર્કેટના શ્રમિકોને લાડવા ખવડાવવામાં આવશે. આ સામે ૨૫૦૦ નંગ બુંદીના લાડુ બનાવી તેને વિતરણ તા. ૨૯-૬-૨૫ના રવિવારે કરવામાં આવનાર છે. આ લાડવાનું વિતરણ આણદાબાવા ગૌશાળા ઢીંચડા અને ધોરીવાવ વછરાજ ગૌશાળા (નાગના પાસે), મોટી હવેલી (સુભાષબ્રિજ), મોટી હવેલી (શહેર), જલારામ મંદિર (હાપા), કબિર આશ્રમ (સમર્પણ હોસ્પિટલ), અને પ્રણામી મંદિર ગૌશાળા, પાંજરાપોળ (લીમડા લાઈન), કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર (ખીજડીયા બાયપાસ), શરૂ સેકશન રોડ, ખોડયાર કોલોની ગૌશાૃળા, જુના રેલવે સ્ટેશન પાસે, દરેડ ગૌશાળા અને મહાપ્રભુજીની બેઠક પાસે આ લાડવાનું ઉપરાંત શહેરની ગાયોને લાડવા ખવડાવાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ પરેશભાઈ મહેતા, ઉપપ્રમુખ લક્ષ્મીદાસભાઈ (લહેરીભાઈ) રાયઠઠ્ઠા, માનદ્મંત્રી કિશોરભાઈ પાબારી, સહમંત્રી બિપીનભાઈ મહેતા, ખજાનચી વિશાલભાઈ મહેતા, ઓડીટર દેવેન પાબારી, પૂર્વ પ્રમુખ જીતેન્દ્ર લાલ, અરવિંદભાઈ મહેતા ઉપરાંત કિશોરપરી ગોસાઈ, મનોજભાઈ અમલાણી વ્યાપારી-દલાલ ભાઈઓનો સહયોગ મળ્યો છે. તથા ભંડારાની સામગ્રી બનાવવા માટે દયાશંકર બ્રહ્મપુરીની નિઃશૂલ્ક સેવા મળી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh