Advertisement
Author: નોબત સમાચાર

ભારતની શ્રીલંકા સાથે મહત્વાકાંક્ષી ડીલથી ચીનને ઝટકો

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૮: ભારતે ચીનને મોટો ઝટકો આપ્યો છે, શ્રીલંકા સાથે ભારતે ડોકયાર્ડ ડીલ કરતા હિન્દ મહાસાગરમાં ભારતનો દબદબો વધશે.

ભારતના સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી જાહેર કંપની મજગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે શ્રીલંકાના સૌથી મોટા શિપયાર્ડ કોલંબો ડોકયાર્ડ પીએલસી(સીડીપીએલસી)માં નિયંત્રણ ભાગીદારી મેળવ્યાની જાહેરાત કરી છે. આ કરાર ૫૨.૯૬ મિલિયન અમેરિકન ડોલર(લગભગ ૪૫૨ કરોડ રૂૂપિયા)નો છે. આ ભારતની કોઈપણ સરકારી સંરક્ષણ શિપયાર્ડ કંપની દ્વારા કરવામાં આવેલું પહેલું આંતરરાષ્ટ્રીય અધિગ્રહણ હશે અને તેના દ્વારા ભારતને હિન્દ મહાસાગર વિસ્તારમાં એક 'વ્યૂહાત્મક હાજરી' મળશે.

આ કરાર એવા સમયે થયો છે જ્યારે ચીનની સૈન્ય અને આર્થિક ઘૂસણખોરી શ્રીલંકા સહિત આખા હિન્દ મહાસાગર વિસ્તારમાં ભારત માટે ચિંતાનો વિષય બનેલી છે. મજગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ ભારતની સૌથી મોટી સંરક્ષણ શિપયાર્ડ કંપની છે. તેણે કોલંબો ડોકયાર્ડમાં ઓછામાં ઓછો ૫૧% હિસ્સો ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ અધિગ્રહણ પ્રાથમિક મૂડી રોકાણ અને ગૌણ શેર ખરીદીના સંયોજન દ્વારા કરવામાં આવશે, જેમાં જાપાનની ઓનોમિચી ડોકયાર્ડ કંપની લિમિટેડ પાસેથી શેર ખરીદવાનો સમાવેશ થાય છે, જે હાલમાં સીડીપીએલસીની મોટી શેરધારક છે.

આ કરાર નિયમનકારી મંજૂરીઓ અને અન્ય સામાન્ય શરતોને આધીન છે અને ચાર થી છ મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. સોદો પૂર્ણ થયા પછી, કોલંબો ડોકયાર્ડ ભારતની એમડીએલની પેટા કંપની બનશે. એમડીએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન જગમોહને જણાવ્યું હતું કે, સીડીપીએલસીમાં નિયંત્રિત ભાગીદારીને પ્રસ્તાવિત સંપાદન આપણા શિપયાર્ડને પ્રાદેશિક દરિયાઈ શક્તિ અને લાંબા ગાળે વૈશ્વિક શિપબિલ્ડિંગ કંપનીમાં બદલવાની દિશામાં એક 'ગેટવે' બનશે. કોલંબો બંદર પર સીડીપીએલસીનું વ્યૂહાત્મક સ્થાન, તેની સિદ્ધ ક્ષમતાઓ અને પ્રાદેશિક હાજરી એમડીએલને દક્ષિણ એશિયામાં એક મહત્ત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત કરશે.*

સીડીપીએલસી પાસે જહાજ નિર્માણ, સમારકામ અને ભારે એન્જિનિયરિંગનો ૫૦ વર્ષથી વધુ વર્ષોનો અનુભવ છે. કંપનીએ જાપાન, નોર્વે, ફ્રાન્સ, યેએઈ, ભારત અને ઘણા આફ્રિકન દેશો માટે જટિલ ઑફશોર સપોર્ટ જહાજો, કેબલ-લેઇંગ જહાજો, ટેન્કર અને પેટ્રોલ બોટ બનાવી છે. સીડીપીએલસી હાલમાં લગભગ ૩૦૦ મિલિયન ડોલરના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે, જેમાં કેબલ-લેઇંગ જહાજો, મલ્ટીપર્પઝ યુટિલિટી શીપ અને ફ્લીટ સપોર્ટ વેસલ્સનો સમાવેશ થાય છે. એમડીએલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એમડીએલના ટેકનિકલ સપોર્ટ, ભારતીય સપ્લાય ચેઇન સુધી પહોંચ અને ભારતીય તેમજ મિત્ર દેશોના દરિયાઈ બજારોમાં પ્રવેશ સાથે, સીડીપીએલસી હવે નાણાંકીય પુનરુત્થાન અને લાંબા ગાળાના વિકાસ માટે તૈયાર છે.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh