Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવો, બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ
ખંભાળિયા તા. ૨૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં *આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ* થીમ સાથે ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરાએ ખંભાળિયાની અવેડાવાડી પ્રાથમિક શાળામાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧માં ૫૩ જેટલા ભૂલકાઓને પ્રવેશ સાથે કરાવ્યો હતો.
સમગ્ર રાજ્યમાં આજથી શિક્ષણના મહાયજ્ઞ એવા ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫નો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પ્રારંભ થયો છે. જેમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરાએ ખંભાળિયાની અવેડાવાડી પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ના કુલ-૫૩ ભૂલકાંઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી મૂળુભાઇ બેરાએ કહૃાું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેની ફળશ્રુતિ રૂપે આજે આપણે શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે સતત પ્રયત્નશીલ રહેતા રાજ્યમાં શિક્ષાની ગુણવતામાં નોંધપાત્ર સુધારો થયો છે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત આંગણવાડીમાં ૦૭, બાલવાટિકામાં ૩૯ અને ધોરણ - ૧માં ૭ સહિત કુલ ૫૩ જેટલા ભૂલકાંઓએ શિક્ષણ જગતમાં પગરવ માંડ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ દ્વારા ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આભારવિધિ શાળાના શિક્ષક ચંદ્રકાંત નકુમ દ્વારા કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી, શાળા પરિસરની મુલાકાત કરવામાં આવી હતી તેમજ એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી. ઉપરાંત મહાનુભાવો સહિત ઉપસ્થિત સૌ કોઈએ મિશન લાઇફ અંતર્ગત પર્યાવરણ જાગૃતિ અંગેના શપથ લેવામાં આવ્યા હતા.
શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના છાત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ નકુમ, શિક્ષણ વિભાગના સેક્શન અધિકારી અશ્વિન જાદવ, તાલુકા વિકાસ અધિકારી કે.વી. શેરઠીયા, અગ્રણી સગાભાઈ રાવલીયા, ઈન્દ્રજીતસિંહ પરમાર, સરપંચ સહિત તાલુકા પંચાયત સદસ્યો, એસ.એમ.સી.ના સભ્યો સહિત શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial