Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનવ સેવા સમિતિ દ્વારા
ખંભાળિયા તા. ૨૮: માનવ સેવા સમિતિ ખંભાળિયાના ઉપક્રમે આવતીકાલે રવિવાર તારીખ ૨૯-૬-૨૫ના શ્રી લોહાણા વિધાર્થી ભવન, પોલીસ સ્ટેશન પાસે, ખંભાળિયામાં સવારે ૯:૦૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી. વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર શસ્ત્રક્રિયા કેમ્પ યોજાશે.
આ આંખના કેમ્પમાં રાજકોટની ખ્યાત નામ રણછોડદાસ બાપુ હોસ્પિટલની ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને તપાસી સારવાર તેમજ દવા આપવામાં આવશે, ઓપરેશનની જરૂર જણાયેલ દર્દીઓને તે જ દિવસે બસ દ્વારા રાજકોટ લઈ જઈ આધુનિક ફેંકો પદ્ધતિથી બીજે દિવસે ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ ત્રીજે દિવસે બસ દ્વારા પરત લઈ આવવામાં આવશે..
આ સેવા પ્રવૃત્તિઓનો ખંભાળિયા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ લેવા માટે માનવસેવા સમિતિના પ્રમુખ મનુભાઈ પાબારીએ અપીલ કરી છે. કેમ્પને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટી ધિરેનભાઈ બદીયાણી ખજાનચી વિમલભાઈ સાયાણી સેક્રેટરી રાજુભાઈ મજીઠીયા, સહખજાનચી સુભાષભાઈ બારોટ જહેમત ઉઠાવી રહૃાા છે.
કેમ્પનો લાભ લેનાર દર્દીઓ માટે તમામ વ્યવસ્થા હોસ્પિટલ તરફથી વિનામૂલ્યે કરવામાં આવશે. જો કે, કેમ્પમાં આંખના નંબર કાઢી આપવામાં આવશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial