Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાન-મસાલાનો વેપારી પાંચ બોટલ સાથે ઝબ્બેઃ
જામનગર તા. ૨૮: કાલાવડના નપાણીયા ખીજડિયા ગામ પાસેથી પોલીસે એક પરપ્રાંતીય ખેતમજૂરને ઈંગ્લીશ દારૂના ૩૫ ચપટા સાથે પકડી લીધો છે. જ્યારે જીઆઈડીસી ફેસ-રમાંથી પાન-મસાલાનો વેપારી દારૂની પાંચ બોટલ સાથે પકડાયો છે. બગધરા ગામમાંથી આથો મળ્યો છે અને ધ્રોલમાં એક શખ્સના મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે.
કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામ પાસે ગઈરાત્રે એક શખસ ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી મળતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે વોચ રાખી હતી. તે દરમિયાન ખરેડી તરફ જતા રોડ પરથી રસીદ પીદીયાભાઈ બારીયા નામનો શખ્સ મળી આવ્યો હતો. ત્યાં આવેલા ભાવેશ પટેલ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કદવાલ તાલુકાના આ શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂના ૩૫ ચપટા મળી આવ્યા હતા. પોલીસે ચપટા કબજે કરી રસીદ બારીયાની ધરપકડ કરી છે.
જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-ર પાસે પટેલ ચોક નજીકથી ગઈકાલે રાત્રે પસાર થતાં જયદીપગીરી પંકજગીરી ગોસ્વામી નામના શખ્સને રોકાવી પોલીસે ચેક કરતા પાન-મસાલાની દુકાન ધરાવતા આ શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ મળી આવી હતી.
જામજોધપુર તાલુકાના બગધરા ગામમાં નથુભાઈ કમાભાઈ બાબરીયા નામના શખ્સના મકાનમાંથી પોલીસે વીસ લીટર આથો કબજે કર્યાે છે. જયારે ધ્રોલના ચામુંડા પ્લોટમાં સુલતાન અબ્દુલ મકવાણા નામના ડફેર શખ્સના મકાનમાંથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી છે. ત્યાંથી ૧૫૦ લીટર આથો, ૭૫ લીટર તૈયાર દારૂ, સાધનો કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial