Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અત્યાર સુધીમાં ૧૭૩ તાલીમબદ્ધ, ૮૫ વિદ્યાર્થી લઈ રહ્યા છે તાલીમ
જામનગર તા. ૨૮: નયારા એનર્જીના સહયોગથી મલ્ટી સ્કિલ ટ્રેનિંગ સેન્ટરમાં ૧૫૦ યુવાનોએ રોજગાર કૌશલ્યની તાલીમ મેળવી છે. ખંભાળિયામાં પ્રોજેક્ટ એક્સેલ અંતર્ગત તાલીમ પૂર્ણ કરેલા યુવાનોને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતાં.
નયારા એનેજીર્ના સહયોગથી ખંભાળિયામાં કાર્યરત મલ્ટી ટ્રેનિંગ સ્કિલ સેન્ટરમાં રોજગાર કૌશલ્યની તાલીમ પૂર્ણ કરનારા ૧૫૦ સ્થાનિક યુવાનોને અધિકારીગણની ઉપસ્થતિમાં પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નયારા એનજીર્ની ઔદ્યોગિક સામાજિક જવાબદારીની પહેલ અને પ્રોજેક્ટ એક્સેલ હેઠળ ખંભાળિયામાં સ્ટેશન રોડ પર મુન્દ્રા હોસ્પિટલ નજીક અત્યાધુનિક મલ્ટી સ્કીલ ટ્રેનિંગ સેન્ટર કાર્યરત કરાયું છે. આ કેન્દ્રમાં ઓફર કરવામાં આવતા વિવિધ રોજગાર યોગ્યતા કૌશલ્યો અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં ૧૫૦ થી વધુ યુવાનો દ્વારા સફળતાપૂર્વક તાલીમપૂર્ણ કરાઈ હતી. તાલીમ દરમિયાન આ યુવાનોને ઉણપ દૂર કરી આવનારા સમયમાં જરૂર પાડનારી સ્કિલની તાલીમ આપી સક્ષમ બનાવાયા હતા. યુવાનો અને મહિલાઓને નવી કુશળતા શીખવા અને જીવનમાં આગળ વધવાની તકો પૂરી પાડીને તેમની સર્જનાત્મક ક્ષમતાને ઉજાગર કરાઈ હતી.
કેન્દ્રમાં કમ્પ્યુટર કોન્સેપ્ટ્સ, બ્યુટી એન્ડ વેલનેસ અને ટેલી એકાઉન્ટિંગ સહિત વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમોનું સંચાલન કેન્દ્રમાં કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૧૭૩ સહભાગીએ સફળતાપૂર્વક તેમની તાલીમ પૂર્ણ કરી છે, અને ૮૫ વિદ્યાર્થીઓ હાલમાં તાલીમ લઈ રહૃાા છે. કેન્દ્રનું ધ્યાન ફક્ત કૌશલ્ય વિકાસ પર જ નહીં પરંતુ સર્વાંગી વિકાસને પોષવા પર પણ છે, જેમાં ભવિષ્યના અભ્યાસક્રમો બજારની માંગ સાથે સુસંગત હશે.
પ્રમાણપત્ર વિતરણ સમારોહમાં દેવભૂમિ દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર વગેરેએ યુવાનોને કૌશલ્ય વિકાસનું મહત્ત્વ સમજાવી કારકિર્દી અંગે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial