Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદાનમાં નોટામાં ૩૮ મતો પડ્યા હતા
ભાટીયા તા. ૨૮: જામકલ્યાણપુર તાલુકાના મુખ્ય મથક અને સૌથી મોટા એવા ભાટીયા ગ્રામ પંચાયતના સરપંચ પદ ની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરી કલ્યાણપુરમાં યોજાઈ હતી. જેમાં ભાટીયા ગ્રામ પંચાયતની સરપંચ પદની પેટા ચૂંટણીના પરિણામમાં સવિતાબેન રાજુભાઈ માતંગનો ૬૦૪ મતે ભવ્ય વિજય થયેલ છે.
આ સરપંચ પદની પેટા ચૂંટણીમાં અન્ય ચાર ઉમેદવારો નામલ હિતેષ ગોરડીયાને ૭૬ મત, મનિષાબેન પ્રકાશકુમાર ભાંભીને ૭૧૯ મત, માધુરીબેન વિરાભાઈ ગોરડીયાને ૮૪૯ મત, વિજયાબેન સવજીભાઈ મકવાણાને ૧૦૦૯ મત મળેલ જેમાં સવિતાબેન રાજુભાઈ માતંગને સૌથી વધુ ૧૫૬૪ મત મળતા તેઓનો ૬૦૪ મતે ભવ્ય વિજય થયો હતો. આ મતદાનમાં નોટામાં ૩૮ મતો પડયા હતા. કુલ ૪૪૨૦ મતો પડયા હતા. જેમાં ૧૬૮ મત ફેલ થયેલ હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial