Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં પક્ષઘાતનો હુમલો આવતા ગંભીર હાલતમાં દાખલ થયેલા દર્દીને ડો. ગૌરાંગ વાઘાણીએ નવજીવન આપ્યું હતું. દર્દી અચાનક તેના ઘરે બેભાન થઈ ગયા હતા અને બાદમાં સંબંધીઓએ તેને સ્ટર્લિંગમાં દાખલ કરતા, તેનું નિદાન ૨૪ કલાક કાર્યરત સ્ટ્રોક રેડી સેન્ટરમાં શરૂ કરાયું હતું. જ્યાં તેનું એમઆરઆઈ કરતા સામે આવ્યું કે નાના મગજની નળી બ્લોક થઈ ગઈ હતી. સ્ટર્લિંગના મેડિકલ સ્ટાફ દ્વારા પરિવારની સંમતિ લીધા બાદ ડો. ગૌરાંગ વાઘાણીએ તાત્કાલિક મેકેનિકલ થ્રોમ્બેક્ટોમી (એમટી)ની સારવાર શરૂ કરી. દર્દીના બ્રેઈનને ઓપન કર્યા વિના અત્યાધુનિક એન્ડોવાસ્કયુલર પદ્ધતિથી સફળતાપૂર્વક સારવાર આપી હતી.
અત્યારે લોકોની બદલાતી જીવનશૈલીના કારણે માનવ શરીર રોગોનું ઘર બની ગયું છે. જેમાં નાની ઉંમરે જ હ્ય્દયરોગ, પક્ષઘાતના હુમલા અને કેન્સર જેવી બીમારીઓનો વ્યાપ વૈશ્વિક સ્તરે વધી ગયો છે. લોકો આ ગંભીર બીમારીઓના શિકાર થઈ રહૃાા છે અને પોતાનો જીવ ગુમાવી રહૃાા છે. આખા વિશ્વમાં સૌથી વધુ મોત જો કોઈ બીમારીથી થઈ હોય તો પક્ષઘાતના હુમલા આ યાદીમાં બીજા ક્રમાંકે આવે છે. જ્યારે ભારતમાં આના આંકડાઓની તુલના કરીએ તો અહીં પક્ષઘાતના હુમલાથી મૃત્યુદર ચોથા નંબરનું મુખ્ય કારણ છે. સમગ્ર દુનિયામાં ૫૫ લાખ લોકો પક્ષઘાતના હુમલાના લીધે મૃત્યુ પામે છે. ધુમ્રપાન, હાઈબ્લડપ્રેશર, ઓબેસિટી, ડાયાબિટીસ એ પેરાલિસીસના મુખ્ય કારણોમાંથી એક છે. જોકે પક્ષઘાતના હુમલામાં જે દર્દીનો જીવ બચી જાય છે તે પણ કાયમી ધોરણે અપંગતાથી જીવનભર પીડાતા હોય છે.
આવી જ એક ઘટના પર નજર કરીએ તો પક્ષઘાતના હુમલાથી સુરેશભાઈ આડેસરાની નાના મગજની લોહીની નળી બંધ થઈ ગઈ હતી. જેના લીધે તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. તેવામાં સુરેશભાઈના સંબંધીઓએ તેમને તાત્કાલિક ધોરણે સ્ટર્લિંગમાં ૨૪ કલાક કાર્યરત સ્ટ્રોક રેડી સેન્ટર લઈ ગયા હતા. અહીં ન્યૂરોલોજિસ્ટ ડો. મિતુલ કાસુન્દ્રાએ તેમનું નિદાન શરૂ કરી અને એમઆરઆઈ કરીને બ્લડ ફ્લો ક્યાં ઓછો થઈ ગયો છે એ જાણ્યું અને પક્ષઘાતના હુમલાની આગળની સારવાર શરૂ કરેલ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial