Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે ત્રણ ઈંચ સુધી વરસાદઃ ગ્રામ્ય પંથકમાં ધોધમાર મેઘવૃષ્ટિ

નગરમાં મેઘાવી માહોલ સાથે વરસાદી ઝાપટાં: હાલારમાં મેઘાવી માહોલ

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૮: આજે જામનગર શહેરમાં સવારથી મેઘાવી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો છે. તો દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે ત્રણ ઈંચ જેવો વરસાદ પડયો છે. હાલારમાં ગ્રામ્ય પંથકમાં ઘણા સ્થળે ધોધમાર વરસાદના વાવડ છે.

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી ફરીથી વરસાદી માહોલ બંધાયો છે. જેમાં ગઈકાલે અષાઢી બીજ ના તહેવારના દિવસે મેઘરાજાએ જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મુહૂર્ત સાચવ્યું હતું, અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન છૂટો છવાયા ૭ મી.મી. વરસાદ નોંધાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

 જામનગર શહેર ઉપરાંત લાલપુર પંથકમાં પણ ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જયારે જિલ્લાના બાકીના તાલુકામાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું.

 દરમિયાન જામનગર શહેરમાં આજે સવારથી ફરીથી વરસાદી માહોલ બંધાયેલો છે, અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસી રહૃાા છે. હજુ પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ બનેલું રહૃાું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ ઝાપટાથી માંડીને ત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ભાણવડમાં છ મીલી દ્વારકામાં ૯ મીલીમીટર ખંભાળિયામાં દોઢ ઈંચ તથા કલ્યાણપુરમાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. આગલા દિવસે પણ કલ્યાણપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડતા બીજા દિવસે ત્રણ ઈંચ વરસાદ પડતા અનેક ચેકડેમો છલકાઈ ગયા હતા તો અનેક ડેમો તળાવોમાં નવા પાણી આવ્યા હતાં.

ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ

ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથક ખંભાળિયા પોરબંદર રોડ પરના ગામો કેશોદ, વિંઝલપર, ઠાકર શેરડી, ભાડથર, લાલુકા, લાલપરડા વગેરે ગામોમાં બેથી ત્રણ ઈંચ અને કયાંક સાડા ત્રણ-ચાર ઈંચ જેવો ભારે વરસાદ પડતા ખેતરો નદીમાં ફેરવાઈ ગયા હતા. લાલપરડાની ફલકુ નદી બે કાંઠે વહેતી થઈ હતી.

કલ્યાણપુરના પટેલકા, ચપટ, ટંકારીયા, કલ્યાણપુર પંથકમાં પણ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થવાના દૃશ્યો તથા નદીઓ બે કાંઠે જવી અને ચેકડેમો છલકાવાના દૃશ્યો જોવા મળ્યા હતા.

વાવણી થઈ સમયસર વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છે. આજે પણ વરસાદી વાતાવરણ સાથે આગાહી છે.

આજે સવારે દ્વારકા નગરીમાં ૫૮ મીમી એટલે કે સવા બે ઈંચ જેટલો વરસાદ વરસી જતા ધર્મનગરીમાં અનેક સ્થળોએ પાણી ભરાયા હતાં. જ્યારે કલ્યાણપુર પંથકમાં અડધો ઈંચ તેમજ ભાણવડમાં ૯ મીમી વરસાદ નોંધાયો છે.

ઓખા મંડળના મીઠાપુરના અમારા પ્રતિનિધિનો સંદેશો જણાવે છે કે બે દિવસથી વાતાવરણ ગોરંભાયેલ હતું અને આજે સવારે ધીમી ધારે વરસાદ શરૂ થતા મીઠાપુરની બજારો-માર્ગો પર પાણી ભરાયા હતાં.

હજુ પણ વાતાવરણમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh