Advertisement
Author: નોબત સમાચાર

રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઈન વધારવા, ઘટાડવા કે મોકૂફ રાખવા અંગે અમેરિકા સ્વતંત્ર છેઃ પ્રેસિડેન્ટ ટ્રમ્પ

મૈ જો ચાહે વો કરૃં, મૈ જો ચાહે વો કરૃં... મેરી મરજી !

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા.૨૮: રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઈન અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે આ મુદ્દત વધારવા, ઘટાડવા કે મોકૂફ રાખવાનો નિર્ણય લેવા માટે અમેરિકા સ્વતંત્ર છે.

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આયાત પર ફરીથી મોટા પાયે ટેરિફ લાદવાની ડેડલાઈન મુલતવી રાખી શકાય છે અથવા આગળ ધપાવી શકાય છે. હાલમાં, આ ડેડલાઈન ૯ જુલાઈ સુધી નક્કી કરવામાં આવી છે.

આ મામલે ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે અમેરિકા આ ડેડલાઈન ઘટાડી શકે છે અથવા તો લંબાવી પણ શકે છે. આ બધું અન્ય દેશો સાથેની વ્યાપારિક વાટાઘાટો કેવી રીતે ચાલે છે તેના પર આધાર રાખે છે.

વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે ખુલ્લી ચેતવણી આપી. તેમણે કહૃાું, 'અમે જ્યારે ઇચ્છીએ ત્યારે નિર્ણય બદલી શકીએ છીએ. અમે ટેરિફ ડેડલાઈનને ને મુલતવી રાખી શકીએ છીએ અથવા ઘટાડી પણ શકીએ છીએ. હું ઉતાવળ કરીને બધાને સીધો પત્ર મોકલવા માંગુ છું કે અભિનંદન, હવે તમે ૨૫% ટેક્સ ચૂકવી રહૃાા છો.'

ગયા અઠવાડિયે ઈરાન પરના હુમલા અને ટેક્સ બિલ વિશે  અમેરિકામાં ચર્ચા ચાલી રહીહતી, હવે ટ્રમ્પ વહીવટીતંત્રે વેપાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગઈકાલે અમેરિકાએ યુરોપિયન યુનિયન સામે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો, જ્યારે ભારતે પોતાનું પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન મોકલ્યું જેથી વેપાર વાટાઘાટો આગળ વધી શકે.

ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ ૨૦૨૫ માં લગભગ તમામ વિદેશી આયાત પર રેસિપ્રોકલ ટેરિફ સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ હેઠળ, જે માલ પર ૧૦% થી વધુ ટેરિફ લાદવાનો હતો તેને ૯૦ દિવસની છૂટ આપવામાં આવી હતી જેથી દરેક દેશ પરસ્પર વાટાઘાટો દ્વારા કરાર કરી શકે. આ ડેડલાઈન ૮ જુલાઈના રોજ પૂરી થઈ રહી છે.

જોકે, મે મહિનાના અંત સુધીમાં, ટ્રમ્પનું વલણ વધુ કડક બન્યું. તેમણે યુરોપિયન યુનિયનમાંથી આવતા માલ પર ૫૦% સુધીની આયાત ડ્યુટી લાદવાની ચેતવણી આપી હતી. ઈયુ પહેલાથી જ ઘણા તબક્કામાં યુએસ ટેરિફનો સામનો કરી ચૂક્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh