Advertisement
Author: નોબત સમાચાર

અભિનેત્રી શેફાલી જરીવાલાનું ૪૨ વર્ષની વયે છાતીના દુઃખાવા પછી નિધનઃ શોક

'કાંટા લગા' ફેઈમ લોકપ્રિય ગીતથી પ્રસિદ્ધ થઈ હતી

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૨૮: જાણીતી        અભિનેત્રી શેફાલી જરીવાલાનું ૪૨ વર્ષની વયે નિધન થતા બોલિવુડ શોકમાં ડૂબ્યું છે. તેણીને છાતીમાં દુઃખાવો થતા હોસ્પિટલ લઈ જવાઈ હતી. મૃત્યુના કારણ અંગે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પર આધાર રખાયો છે.

કાંટા લગા... ગીતને કારણે પ્રસિદ્ધ થઈ ચૂકેલી જાણીતી અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું હાર્ટએટેકને કારણે નિધન થઇ ગયું છે. જેથી બોલિવૂડમાં શોકનો માહોલ છવાયો છે. તેમના પતિ પરાગ ત્યાગીએ શેફાલીને છાતીમાં દુઃખાવાની ફરિયાદને પગલે  હોસ્પિટલ પહોંચાડી હતી પરંતુ ત્યાં ડોક્ટરોએ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરી દીધી હતી. જરીવાલાનો મૃતદેહ લગભગ ૧૨:૩૦ વાગ્યે અંધેરીમાં કપૂર હોસ્પિટલમાં લવાયો હતો જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

હોસ્પિટલના આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસરે આ મામલે માહિતી આપી હતી કે અહીં તેમનો મૃતદેહ લાવતા પહેલા આ લોકો કોઈ અન્ય હોસ્પિટલમાં ગયા હતા. એટલા માટે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ પછી જ જાણી શકાશે.

આ દરમિયાન મુંબઈ પોલીસ મોડી રાત્રે શેફાલીના અંધેરી સ્થિત ઘરે તપાસ માટે પહોંચી હતી. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે હાજર હતી અને ઘરની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.

જો કે, શેફાલીના મૃત્યુ અંગે આ લખાય છે ત્યાં સુધીમાં સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ પોલીસ અને ફોરેન્સિક ટીમ જે રીતે તપાસ કરી રહી છે તે જોતાં આ કેસ શંકાસ્પદ લાગી રહૃાો છે.

ઉલ્લ્ેખનિય છે કે, શેફાલી જરીવાલાએ પોતાના શાનદાર અભિનય અને સુંદરતાથી દર્શકોના દિલ જીતી લીધા હતા. વર્ષ ૨૦૦૨માં રિલીઝ થયેલા આઇકોનિક મ્યુઝિક વિડીયો 'કાંટા લગા'માં તેના નૃત્યે તેને રાતોરાત પ્રખ્યાત બનાવી દીધી. શેફાલીનો ગ્લેમરસ લુક, ઘણી જગ્યાએ ટેટૂ, કમરમાં બેલી બટન, પિયર્સિંગ અને આધુનિક પોશાક પહેરવાથી તે 'કાંટા લગા ગર્લ' તરીકે પ્રખ્યાત થઈ. આ મ્યુઝિક વિડીયો પ્રખ્યાત થયા પછી દેશમાં રિમિક્સ સંગીતનો એક નવો યુગ શરૂ થયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh