Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અર્બન પ્લાનરની ૧૧ કોન્ટ્રાક્ટ બેઈઝ નિમણૂકોને મંજુરીઃ ચાર નવા અર્બન પીએચસી બનશેઃ
જામનગર તા. ૨૮: જામનગર મહાનગર પાલિકાની ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂપિયા ૧૧ કરોડ ૭૪ લાખના વિવિધ વિકાસ કામના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. ખાસ કરીને શહેરમાં નગરપાલિકા હસ્તકની તમામ સેવાઓ ઉપર સીસીટીવી કેમેરામાં મારફત નજર રાખવા માટે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે શહેરમાં ચાર નવા આરોગ્ય કેન્દ્ર બનાવવા તથા વોર્ડ નંબર ૧ થી ૮ માં કચરો એકત્ર કરી તેના નિકાલની કામગીરી માટે રૂ. ૯૦૦ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં કુલ ૧૧ સભ્ય ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, ઇચા. સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશનર (ટે.) જીજ્ઞેશ નિર્મલ હાજર રહૃાાં હતા.
લાઈટ શાખાના એક જુની. ઇજનેરને કન્વે. એલાઉન્સ આપવા નિર્ણય લેવાયો હતો. અર્બન પ્લાનર તરીકે ફરજ બજાવતા કોન્ટ્રાક્ટર બેઈઝ કર્મચારીઓની નવી નિમણૂક આપવા અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે ૧૧ માસ માટે નવી નિમણૂક આપવાનું મંજુર રખાયું હતું.
જામનગર શહેરમાં કુલ ૪ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવા બનાવવા માટેની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજુરી આપવા આવી હતી.
સને ૨૦૨૫-૨૬ માં વોર્ડ નં. ૧ થી ૮ ના તમામ વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના પોલ ઈરેક્શન, પોલ શિફટીંગ વર્ક તથા સેન્ટ્રલ લાઈટીંગ મેઈન્ટેનન્સ તેમજ આનુસંગિક વર્ક અંગે રૂ. ૧૧.૮૦ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું.
મ્યુનિસિપલ સભ્યની ડીમાન્ડ અન્વયે લોકભાગીદારીની સ્કીમ અંતર્ગત વોર્ડ નં. ૯ માં સોઢાના ડેલામાં પાઈપ ગટર/ ભૂગર્ભ ગટર બનાવવાના કામ માટે રૂ. ૨૩.૨૫ લાખ મંજુર કરવામાં આવ્યા હતા.
જામનગર મહાનગર પાલિકાના ભાગ નં. ૧ થી ૮ માંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કામગીરી, ઓપન પોઈન્ટ ગાર્બેજ કલેકશન, બીન્સ કલેકશન કરી પોતાના બંધ બોડીના વાહનો દ્વારા નિકાલ કરવાના કામ માટે ત્રણ માસનું ખર્ચ રૂ. ૯૦૦ લાખ મંજુર કરાયું હતું.
પ્રાઈવેટ સોસાયટી સ્કીમ હેઠળ સફાઈ કામદારો/ખર્ચ અંગે રૂ. ૧૧.૪૦ લાખ, સોલીડ વેસ્ટ શાખાના કાયમી સફાઈ કામદાર કિશન દેવજીભાઈ પુરબીયા ને કેન્સરની બીમારી સબબ આર્થિક સહાય અન્વયે રૂ. ૭૫,૦૦૦ ની મર્યાદામાં આર્થિક સહાય આપવાનું મંજુર કરાયું હતું.
વોર્ડ નં. ૧૫ ના શંકર ટેકરી માં દિ. પ્લોટ ૪૯ મેઈન રોડથી આર્મી ગેઈટ (રામનગરના ખૂણા સુધી) સુધી સી.સી. રોડના કામ અંગે રૂ. ૫૩.૭૩ લાખ અને દિ. પ્લોટ ૪૯, રામનગર કોર્નરથી મેઈન રોડ સુધી સી.સી. રોડના કામ માટે રૂ. ૧૬.૮૭ લાખ, વોર્ડ નં. ૧૫ શંકર ટેકરી પાણીના ટાંકાથી જલારામ પ્રોવીઝન સ્ટોરથી જય આશાપુરા મકાનથી જય હિંગળાજ કૃપા મકાન સુધી સી.સી. રોડના કામ (ભાણુભાની દુકાનવાળો રોડ) ના કામ અંગે રૂ. ૨૩.૧૪ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
વોર્ડ નં. ૧ થી ૮ માં ગાર્ડનના હેતુ માટે ટ્રેકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામ માટે રૂ. ૯.૭૭ લાખ, વોર્ડ નં. ૯ થી ૧૬માં ગાર્ડનના હેતુ માટે ટ્રેકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામ અન્વયે રૂ. ૯.૮૨ લાખના ખચને મંજુરી આપવામાં આવી હતી.
સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧, ૬ અને ૭) અને સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪) માં ગાર્ડનના હેતુ માટે વોટર ટેન્કર વડે રોડ સાઈડ ટ્રી-પ્લાન્ટેશનમાં પાણી પીવડાવવાના કામ માટે રૂ. ૩.૦૧ લાખ, સિવિલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૨) અને સાઉથ ઝોન (વોર્ડ નં. ૮, ૧૫ અને ૧૬) અને નોર્થ ઝોન (વોર્ડ નં. ૨, ૩ અને ૪) માં ગાર્ડનના હેતુ માટે વોટર ટેન્કર વડે રોડ સાઈડ ટ્રી-પ્લાન્ટેશનમાં પાણી પીવડાવવાના કામ માટે રૂ. ૩.૦૩ લાખ, સિવિલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૨)માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ-બ્રિજ વર્કસના કામ અંગે રૂ. પ લાખ, સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ-બ્રિજ વર્કસના કામ અંગે રૂ. ૫ લાખ, સિવિલ નોર્થ ઝોન (વોર્ડ નં. ૨, ૩ અને ૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ-બ્રિજ વર્કસના કામ અંગે રૂ. ૫ લાખ, સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફિક વર્કસના કામ અંગે રૂ. ૫ લાખ., સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૮, ૧૫ અને ૧૬) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફિક વર્કસના કામ અંગે રૂ. પ લાખ, સિવિલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૨) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફિક વર્કસના કામ અંગે રૂ. ૫ લાખ ના ખર્ચ ને મંજુર કરાયું હતું.
ચોમાસાની સિઝન દરમ્યાન હાઈડ્રોલીક એસકેવેટર તથા ટ્રેકટર વીથ ટ્રોલી સપ્લાય કરવાના કામ અંગે રૂ. ૨૦ લાખ, સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧,૬ અને ૭) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ માટે રૂ. ૧૦ લાખ, સિવિલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦,૧૧ અને ૧૨) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ અંગે રૂ. ૫ લાખ ના ખર્ચ ને બહાલી આપવામાં આવી હતી.
સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૮, ૧૫ અને ૧૬) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ માટે રૂ. ૫ લાખ, સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪) માં સ્ટ્રેન્નીંધગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ માટે રૂ. ૧૦ લાખ, સિવિલ ઇસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦,૧૧ અને ૧૨) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ)ના કામ અંગે રૂ. ૭.૫૦ લાખ, કેબલ ટી.વી./મનોરંજન કર/વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સિવિલ શાખા વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧, ૬ અને ૭) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં (સી.સી. ચરેડા)ના કામ અંગે રૂ. ૧૦ લાખ અને સને ૨૦૨૫-૨૬ દરમ્યાન કેબલ ટી.વી./મનોરંજન કર/ વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સિવિલ શાખા નોર્થ ઝોન (વોર્ડ નં. ૨, ૩ અને ૪) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં (સી.સી. ચરેડા) ના કામ માટે રૂ. ૧૦ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
જ્યારે એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી જેમાં ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક આપવાનું મંજુર કરાયું હતું.આમ ગઈકાલે મળેલી બેઠકમાં કુલ રૂ. ૧૧ કરોડ ૭૪ લાખના જુદાજુદા ખર્ચને મંજૂરી અપાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial