Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેટ દ્વારકા તા. ૨૬: બેટ દ્વારકા વચ્ચે સુદર્શન બ્રિજ બનાવવામાં આવ્યા પછી બેટમાં ઉભા કરવામાં આવેલા પાર્કિંગમાં રિક્ષાચાલકોના બે જૂથ વચ્ચે માથાકૂટ થતાં પોલીસે બંને ગ્રુપ સામે કાર્યવાહી કરી પાર્કિંગ બંધ કરાવ્યું છે. તે ઉપરાંત ખાનગી પાર્કિંગના સંચાલકો મનફાવે તેવી રકમ ઉઘરાવી વાહનચાલકોને લૂંટી રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તે લૂંટ બંધ કરાવવા માગણી ઉઠી છે.
ઓખાને જમીન માર્ગે બેટ દ્વારકાથી જોડતા સુદર્શન બ્રિજને બનાવવામાં આવ્યા પછી બેટ દ્વારકામાં યાત્રિકોનો પ્રવાહ વધ્યો છે. રોજેરોજ સેંકડો યાત્રિકો બેટ દ્વારકા દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે જ યાત્રિકોના ટ્રાફિકનો લાભ લેવા માટે કેટલાક તત્ત્વો મેદાનમાં આવી ગયા છે.
તાજેતરમાં બેટ દ્વારકામાં આવેલા મહાદેવ પાર્કિંગમાં રિક્ષાચાલકોના બે જૂથ વચ્ચે મુસાફર બેસાડવાની બાબતે બબાલ થયા પછી બેટ દ્વારકા પોલીસે બંને જૂથ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી પાર્કિંગ બંધ કરાવ્યું હતું. તે પછી આ પાર્કિંગમાં જે રિક્ષાચાલકે મુસાફર લેવા માટે રિક્ષા રાખવી હોય તે રિક્ષાચાલક પાસેથી રોજના રૂ.૧૦૦ વસૂલ કરતા હોવાનું બહાર આવી રહ્યું છે.
તદ્ઉપરાંત બેટ દ્વારકામાં સરકારી પાર્કિંગની જગ્યા હવે ટૂંકી પડી રહી છે ત્યારે ખાનગી પાર્કિંગના સંચાલકો રૂ.૫૦ કે ૧૦૦ વાહન દીઠ ઉઘરાવી લઈ ખૂલ્લેઆમ લૂંટ ચલાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. તે લૂંટ બંધ કરાવવા માગણી ઉઠી છેે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial