Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સગબારામાં ખાબકયો ૬ ઈંચ વરસાદઃ
અમદાવાદ તા. ૨૬: ગુજરાતમાં ઘણાં જિલ્લાઓમાં મેઘરાજા એ જમાવટ કરી છે, અને આગામી ૬ દિવસ દરમિયાન જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી સાથે જુદા જુદા એલર્ટ અપાયા છે.
ગઈકાલે રાત્રિના આઠ સુધીમાં સુરતના ઉમરપાડા અને નર્મદા જિલ્લાના સગબારા તાલુકામાં ધોધમાર છ ઈંચ, વ્યારા, લુણાવડા, કુકરમુંડા, ડેડીયાપાડા તાલુકાઓમાં ચાર ઈંચ ઉપરાંત ડાંગ, વડોદરા, તાપી, આણંદ, ખેડા, મહીસાગર વગેરે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એકંદરે આજે ૧૧૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે પરંતુ, સૌરાષ્ટ્રમાં એકંદરે ત્રીજા દિવસે વિરામ રહ્યો છે. વરસાદની સાથે આ વખતે પવનનું જોર રહ્યું છે, આજે સવાર સુધીના ૨૪ કલાકમાં અમદાવાદના અરણેજમાં મહત્તમ ૭૮ કિ.મી. અને અમરેલીના ધારી પંથકમાં ૫૦ કિ.મી.ની ઝડપ નોંધાઈ હતી અને અનેક સ્થળોએ ૨૦થી ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. તા. ૨૮ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી અપાઈ છે.
રાજયમાં ૧૧ ડેમો છલકાયા છે, અન્ય ૨૦ ડેમો ૮૦થી ૯૯ ટકા ભરાઈ જતાં એલર્ટ પર છે, ઉપરાંત ૧૧ ડેમોમાં ૭૦ ટકાથી વધુ સંગ્રહ થયો હોય વોર્નિંગ પર છે. રાજ્યમાં સુરત સહિત જિલ્લાના કૂલ બંધ પડેલા ૨૮૮ રોડ પૈકી ૧૦૨ પર ટ્રાફિક શરૂ કરાયો હતો અને ૧૮૬ બંધ રહ્યા હતા. મૌસમ વિભાગની અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં એકંદરે આગામી તા. ૧ જુલાઈ સુધી છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી છે પરંતુ, જિલ્લા પ્રમાણે વિવિધ એલર્ટ જારી કરાયું છે.
આજે (ગુરૂવારે) અરવલ્લી, દાહોલ, મહીસાગર, છોટા ઉદેપુરમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા જિલ્લા માટે યલો એલર્ટ જારી કરાયું છે. આગામી સપ્તાહ સુધી એલર્ટ ગ્રીન (ચેતવણી નહીં), યલો અને ઓરેન્જ એમ ત્રણ પ્રકારની ચેતવણી અપાઈ છે.
રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત પણ વરસાદનું જોર વધ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી ૧ જુલાઈ સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ તો સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યમાં આગામી ૨૭ થી ૨૯ જુન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમેરલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial