Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્દિરા પ્રિયદર્શી જળવિદ્યુત મથકમાં કામ કરતા હતા
શીમલા તા. ૨૬: હિમાચલમાં ભયાનક પૂરે કહેર વર્તવ્યો છે. ધર્મશાલા નજીક મનોની ખડ્ડમાં ૨૫ મજુરો તણાયા હોવાની આશંકા છે. ૨ના મૃતદેહ મળ્યા છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરને કારણે સર્વત્ર તબાહીનો માહોલ છે. કુલ્લુમાં પૂર બાદ હવે ધર્મશાલામાં પણ સ્થિતિ ગંભીર બની છે. જિલ્લાના ખનિયારા વિસ્તારમાં આવેલી મનોની ખડ્ડનું જળસ્તર બુધવારે અચાનક ભયજનક રીતે વધી જતાં ઈન્દિરા પ્રિયદર્શિની જળ વિદ્યુત પરિયોજનામાં કામ કરતા લગભગ ૨૫ મજૂરો તણાઈ ગયા હોવાની આશંકા છે.
આ ઘટનામાં અત્યાર સુધીમાં બે મજૂરોના મૃતદેહ મનોની ખડ્ડમાંથી મળી આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ મજૂરો પરિયોજના સ્થળ નજીક અસ્થાયી શેડમાં રહેતા હતા. ભારે વરસાદને કારણે પરિયોજનાનું કામકાજ બંધ હતું, જેના કારણે તમામ મજૂરો આ કામચલાઉ આવાસમાં આરામ કરી રહૃાા હતા. આ દરમિયાન મનોની ખડ્ડ અને નાળાનું સમગ્ર પાણી આ મજૂર કોલોની તરફ વળી ગયું, અને શેડમાં આરામ કરી રહેલા મજૂરો પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા.
પાણીમાં તણાઈ ગયેલા મોટાભાગના મજૂરો શ્રીનગરના રહેવાસી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ, સ્થાનિક પ્રશાસન, ગ્રામ પંચાયત અને મહેસૂલ વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ધર્મશાલાના એસડીએમ મોહિત રત્ને જણાવ્યું કે, મનોની ખડ્ડનું જળસ્તર વધ્યું હતું અને એક વ્યક્તિ તણાઈ ગયાની માહિતી હતી, જેનો મૃતદેહ મળી આવ્યો છે. એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial