Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પોલીસતંત્રનું બેવડું વલણ

એક વિસ્તારમાં ગરમીથી ત્રસ્ત પરિવાર સાથેના નગરજનોને ઘરભેગા કરી દેવાય... અને બીજા વિસ્તારમાં સવાર સુધી કોઈ રોક ટોક નહીં !

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરમાં પોલીસ તંત્રના બેવડા વલણથી લોકોને પરેશાની થઈ રહી છે.

જામનગર પોલીસના બી ડિવિઝન વિસ્તારમાં પોલીસ દ્વારા રાત્રે ૧૨ વાગ્યે જી. જી. હોસ્પિટલ સામેની હોટલો-દુકાનો બંધ કરાવી દેવામાં આવે છે. એટલું જ નહીં ડી.કે.વી. સર્કલ, સેન્ટ આન્સ રોડ, વિકાસ રોડ પર ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો બાળકો- પરિવાર સાથે ખુલ્લામાં શાંતિથી હવા ખાવા બેઠા  હોય છે તેમને પણ ઘરે જાવ... કહીને દંડા પછાડીને તગડી મુકવામાં આવે છે. જેથી લોકોને ભારે પરેશાની થઈ રહી છે.. આવી ગરમીમાં જાવું કયાં...?

તો બીજી તરફ જામનગર પોલીસ તંત્રના જ એ ડિવિઝન હેઠળના કેટલાક વિસ્તારોમાં આખી રાત્રી અને સવાર સુધી ખાણી-પીણીના ધંધાર્થી, રેંકડીઓવાળાના ધંધા બેરોકટોક ચાલી રહ્યા છે, ત્યાં એકઠા થતા, અડીંગો  જમાવી પડયા પાથર્યા લોકો સાથે પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી.

પોલીસ વિભાગના આ પ્રકારના બેવડા વલણની શહેરમાં ટીકા થઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh