Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યવંશી એજ્યુ એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા આયોજન
જામનગર તા. ૨૬: સુર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીજી વિદ્યાલય, નવાગામ ઘેડ વિસ્તારમાં આયુષ્યમાનકાર્ડ, આભાકાર્ડ, આધારકાર્ડ તથા બી.પી. ડાયાબીટીસ અંગે કેમ્પ યોજવામાં આવ્યો હતો. સુભાષભાઈ ગુજરાતીના પિતા બચુભાઈ ગુજરાતીને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આયોજીત આ કેમ્પનો પ્રારંભ સમાજના આગેવાનો અને રાજકિય હોદૃેદારોના હસ્તે દિપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જેએમસીના ડી.પી.ઓ. નીયાતીબેન, પોસ્ટ ઓફિસનો સ્ટાફ અને જામ્યુકોની શહેરી આરોગ્યકેન્દ્રના ડો. કિંજલબેન ઘેડીયા અને તેમની ટીમનો સહયોગ પ્રાપ્ત થયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે કોર્પોરેટર પૃથ્વીરાજસિંહ, ૭૮ વિધાનસભાના ધારાસભ્યના પી.એ. મંદીપસિંહ જાડેજા, સંસદ સભ્યના પ્રતિનિધિ અને સામાજીક અગ્રણી રાકેશભાઈ રાજ્યગુરૂ, સમગ્ર ગોહિલવાડ રાજપૂત સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો. ગિરિરાજસિંહ જાડેજા, ટ્રસ્ટી વિજયસિંહ ગોહિલ, વોર્ડ નં.૪ મંત્રી કિશોરસિંહ ટી.જાડેજા, બુથ પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ભાવેશભાઈ કાગદરા, સામાજીક આગેવાન ચમનભાઈ પરમાર, મંદિરના પૂજારી રાજૂભાઈ દવે, વોર્ડ નં.૪ના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઢેર, મહામંત્રી શૈલેષભાઈ વાઘેલા, કોળી સમાજના મોહનભાઈ મકવાણા, બાબુભાઈ ડાભી, રાજપૂત સમાજના મિતરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ગોહિલ, આહિર સમાજના અરજણભાઈ ચાવડા, જિલ્લા મહિલા પ્રમુખ પ્રજ્ઞાબેન ગુજરાતી, રાજપૂત સમાજના રમીલાબા જાડેજા, સ્થાનિક આગેવાન હંસાબેન દવે, જયસુખભાઈ મકવાણા, ધવલ મેરાણી ડાભી, અનિલ સદાદીયા અને સ્થાનિક આગેવાનો, સર્વે સમાજના હોદૃેદારો, અને રાજકિય પ્રતિનિધિઓ, સર્વે કર્મચારી ગણ વગેરે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. કેમ્પનું સંચાલન ટ્રસ્ટના સ્થાપક સુભાષભાઈ ગુજરાતીએ કર્યું હતું. કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ કંટારીયા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial