Advertisement
Author: નોબત સમાચાર

'સ્વસ્થ દ્વારકા-સુરક્ષિત દ્વારકા'ના સુત્ર હેઠળ સમાજના આઈસોલેટેડ લોકોમાં યોગજાગૃતિનો પ્રયાસ

દ્વારકા જિલ્લા પોલીસનો નવતર પ્રયોગ

                                                                                                                                                                                                      

વિશ્વ યોગ દિવસ-૨૦૨૫* ની ઉજવણી ગુજરાત સરકારશ્રી દ્વારા વન અર્થ વન હેલ્થપ અંતર્ગત કરવામાં આવી રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સ્વસ્થ દ્વારકા અને સુરક્ષિત દ્વારકા સુત્રને સાર્થક કરવા સામાન્યા પ્રવાહથી અલગ રહેતા વર્ગો પર ધ્યાન કેન્દ્રીત કરી એક નવતર અભિગમથી લોકોમાં યોગ વિશે જાગૃતતા લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ નવતર અભિગમ હેઠળ દ્વારકામાં મનોદિવ્યાંગ બાળકો સાથે પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ, ખંભાળિયા અને ભાણવડમાં પોતાના પરિવારથી દૂર એકલવાયું જીવન ગુજારતા કુલ-૩૮ સિનિયર સિટીઝનના ઘરે-ઘરે જઇ તેમની સાથે પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ, આજના મોબાઈલ યુગમાં સરકારી એસ.ટી. ડેપોમાં તેમજ એસ.ટી. બસોમાં એસ.ટી. બસનાં અધિકારી/ કર્મચારીઓ તેમજ મુસાફરી કરતા યાત્રિકો સાથે નવરાશનાં સમયમાં સમયનો સદુપયોગ કરી યોગ-પ્રાણાયામ કરાવી તેનાથી થતા ફાયદા વિશે સમજ કરી જાગૃત કરવામાં આવ્યા હતાં.

તદ્પરાંત કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા બરડા ડુંગર માં આવેલ આભાપરા હીલ સ્ટેશન પર નેશ વિસ્તારમાં રહેતા માલધારી સમાજનાં લોકો સાથે યોગ-પ્રાણાયામ, ઓખા વિસ્તારમાં આવેલ નિર્જન *સમિયાણી ટાપુ* પર પહોંચી પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ  અને બેટ દ્વારકા ટાપુ ને જમીન સાથે જોડતા એવા *સુદર્શન સેતુ* બ્રિજ ઉપર યોગ-પ્રાણાયામ કરવામાં આવ્યા હતાં.

આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ખુણે-ખુણે વસતા લોકોને યોગ-પ્રણાયામ થકી સ્વસ્થ અને સુરક્ષિત રહેવા સંદેશ આપેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh