Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીજીવીસીએલ દ્વારા પૂર્વનિર્ધારિત આઠ કલાકનો કાપ
સલાયા તા. ૨૬: પીજીવીસીએલ દ્વારા સલાયામાં આઠ કલાકનો લાઈટ કાપ મુકાતા બેંક ઓફ બરોડા સલાયા બ્રાન્ચમાં સવારથી સીસ્ટમો બંધ, ગ્રાહકોને ભારે હાલાકી પડી રહી છે. આ મોટી રાષ્ટ્રીયકૃત બેન્કમાં લાઈટ કાપમાં કે અન્ય કુદરતી આફત સમયે રાખવાનું થતું જનરેટર કે બેટરી બેકઅપ પણ હોય તેમ લાગતુ નથી. આટલા ફાસ્ટ યુગમાં સવારથી જ લાઈટ ન હોઈ કઈ કામ નહીં થાય એવા જવાબથી ગ્રાહકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
સલાયામાં આવેલ રાષ્ટ્રીયકૃતબેંક બેંક ઓફ બરોડામાં લાઇટ ન હોવાથી સિસ્ટમો ચાલુ થતી નથી. જેના લીધે ગ્રાહકોને ભારે હાલાકી પડે છે. આજરોજ સલાયામાં પીજીવીસીએલ દ્વારા અગાઉથી જાણ કરી અને મેન્ટનસના નામે આઠ કલાકનો લાઇટ કાપ રાખ્યો હતો. જેમાં સવારથી ૮.૩૦ વાગ્યાથી સાંજે ૫.૦૦ વાગ્યા સુધીનો લાઈટ કાપ હતો. જેથી સવારથી જ બેંકોમાં સિસ્ટમ ચાલુ ન હોઈ કામગીરી કરવામાં આવતી ન હતી. જેથી ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા. આટલી મોટી રાષ્ટ્રીયકૃત બેન્કમાં લાઇટ ન હોઈ કોઈ જનરેટર કે બેટરી બેકઅપ શું નહી હોય ? એવું લોકોમાં ચર્ચા થઈ રહી છે.
હાલ જ્યારે ચાલુ દિવસોમાં પણ લાઇટ જાય તો સર્વર બેકઅપ ના હોય સીસ્ટમો ચાલુ થતા અડધી કલાક ગ્રાહકોએ રાહ જોવી પડે છે. હાલના આ આધુનિક ફાસ્ટ યુગમાં સલાયા બેંક ઓફ બરોડા બ્રાન્ચ શું ૧૯મી સદીમાં છે!!! બધી બેન્કોમાં લાઇટ ન હોઈ તો જનરેટર અથવા ઇન્વેટર હોઈ છે જેથી ૪ થી ૫ કલાક જેટલું કામ થઈ જાય છે. પણ બેંક ઓફ બરોડા સલાયા બ્રાન્ચમાં શું આ સગવડ નહી હોય એવું ગ્રાહકો વિચારી રહૃાા છે!!
સલાયા આવેલ કરંટ એકાઉન્ટ ધારકો પણ ભારે મુશ્કેલી અનુભવે છે કેમકે એમને યોગ્ય સમયે કરવાનું થતું આરટીજીએસ કે અન્ય બેંકના વહીવટ અટકી જાય છે જેથી વ્યાપાર ધંધામાં પણ ભારે નુકસાની આવે છે.આમ સલાયા બ્રાન્ચને થોડી આધુનિક કરી ગ્રાહકોને પડતી મુશ્કેલી નિવારવા રિજિયોનલ બ્રાન્ચે પગલા ભરવા ઘટે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial