Advertisement
Author: નોબત સમાચાર

સંસદ નહીં, ભારતમાં બંધારણ જ સર્વોપરીઃ સી.જે.આઈ.

ન્યાયપાલિકા, કારોબારી અને સંસદ ત્રણેય લોકતંત્રના અંગો છે, જે સંવિધાનને આધિન છેઃ બી.આર. ગવઈ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૬: દેશના સીજેઆઈ બી.આર. ગવઈએ કહ્યું છે કે ભારતમાં સંસદ નહીં, બંધારણ સર્વોપરી છે અને ન્યાય પાલિકા, સંસદ અને કાર્યપાલિકા (કારોબારી) બંધારણને આધિન છે.

ભારતના ચીફ જસ્ટિસ બી. આર. ગવઇએ કહૃાું છે કે ભારતનું બંધારણ સર્વોપરી છે અને લોકશાહીના ત્રણેય અંગો ન્યાયપાલિકા, કાર્યપાલિકા અથવા કારોબારી અને સંસદ તેના હેઠળ કાર્ય કરે છે. એટલું જ નહીં, સીજેઆઈએ એમ પણ કહૃાું કે કેટલાક લોકો કહે છે કે સંસદ સર્વોપરી છે, પરંતુ મારા મતે બંધારણ સર્વોપરી છે. થોડાં દિવસો પહેલા જ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહૃાું હતું કે 'સંસદ સર્વોપરી છે.' એવામાં બી. આર. ગવઈ તેમના વતન અમરાવતીમાં તેમના સન્માન સમારોહમાં સંસદ, ન્યાયતંત્ર અને બંધારણ વચ્ચે સર્વોચ્ચતા પર ચર્ચાને આગળ ધપાવતાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ ગવઈએ બુધવારે નાગપુરની મુલાકાત દરમિયાન એક નવી ચર્ચા શરૂ કરી છે. અમરાવતી બાર એસોસિએશન દ્વારા આયોજિત સન્માન સમારોહમાં તેમણે ભાવનાત્મક ભાષણ આપ્યું. સરળ વાતાવરણમાં ઉછરેલા જસ્ટિસ ગવઈએ જણાવ્યું કે તેઓ દેશના સર્વોચ્ચ ન્યાયિક પદ પર કેવી રીતે પહોંચ્યા. તેમણે તો એમ પણ કહૃાું કે, ''ન તો સંસદ, ન તો કાર્યપાલિકા  (સરકાર) કે ન તો ન્યાયતંત્ર સર્વોચ્ચ છે.'' દેશનું બંધારણ જ સર્વોચ્ચ છે અને ઉચ્ચ ન્યાયતંત્રના ન્યાયાધીશો તેના રક્ષક છે.

ન્યાયાધીશો પર મોટી જવાબદારી હોય છે તે દર્શાવતા મુખ્ય ન્યાયાધીશે કહૃાું કે લોકો તેમના ચુકાદાને કેવી રીતે જુએ છે તેના આધારે ન્યાયાધીશને માર્ગદર્શન આપી શકાય નહીં. તેમનો નિર્ણય બંધારણ, કાયદો અને અંતરાત્મા પર આધારિત છે. તેમણે મૂળભૂત અધિકારો અને રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો વચ્ચે સંતુલન પર ભાર મૂકયો. મુખ્ય ન્યાયાધીશ ગવઈએ કહૃાું, મેં દરેક નિર્ણયમાં સામાજિક ન્યાય, સમાનતા-બંધુત્વ અને બંધારણીય નૈતિકતા જાળવવાનો પ્રયાસ કર્યો છે.

સીજેઆઈ ગવઈએ કહૃાું કે ન્યાયાધીશે હંમેશાં યાદ રાખવું જોઈએ કે આપણી ફરજ છે, અને આપણે નાગરિકોના અધિકારો, બંધારણીય મૂલ્યો અને સિદ્ધાંતોના રક્ષક છીએ. આપણી પાસે ફક્ત શક્તિ જ નથી, પણ આપણી પર એક ફરજ પણ છે. ન્યાયાધીશે પોતાના નિર્ણયો વિશે લોકો શું કહેશે અથવા શું અનુભવશે તેમાં વ્યસ્ત રહેવું જોઈએ નહીં.

સીજેઆઈ એ કહૃાું કે તેમણે હંમેશાં પોતાના ચુકાદાઓ અને કાર્યને બોલવા દીધા છે અને હંમેશા બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારોનું સમર્થન કર્યું છે. બુલડોઝર ન્યાય વિરુદ્ધના પોતાના ચુકાદાનો ઉલ્લેખ કરતા તેમણે કહૃાું કે આશ્રયનો અધિકાર સર્વોચ્ચ છે.

તેમણે કહ્યું કે, ભારતનું બંધારણ દેશમાં સર્વોપરી છે અને લોકશાહીના ત્રણેય અંગો બંધારણ અનુસાર કાર્ય કરે છે. સંસદ પાસે ચોકકસપણે બંધારણમાં સુધારો કરવાની સત્તા છે. પરંતુ તે કયારેય બંધારણના મૂળભૂત માળખા સાથે છેડછાડ કરી શકે નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh