Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુભાષપરામાંથી ત્રણ પત્તાપ્રેમીની અટકાયતઃ
જામનગર તા. ૨૬: જામનગરના રણજીતસાગર રોડ પર વીયાના પાર્કમાં મોડીરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચને પોલીસે પકડી પાડ્યા હતા. શંકરટેકરીમાંથી ત્રણ પત્તાપ્રેમી પોલીસના દરોડામાં ઝડપાયા હતા.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા એંસી ફૂટ રોડ પર મયુર ગ્રીન પાસે વીયાના પાર્કમાં ગઈરાત્રે કેટલાક વ્યક્તિઓ એકઠા થઈ જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી એક વાગ્યે દરોડો પાડ્યો હતો.
આ સ્થળે તીનપત્તી રમતા નયનાબેન રાજેશભાઈ બુદ્ધ, સવિતાબેન માલદેભાઈ નંદાણીયા, ઝલકબેન નિલેશભાઈ લીંબાસીયા તથા જીજ્ઞેશ ગંગદાસભાઈ કપુરીયા, સુભાષભાઈ નારણભાઈ મકવાણા નામના પાંચ વ્યક્તિ ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૭૩૦૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરની શંકરટેકરીમાં આવેલા સુભાષપરાની શેરી નં.રમાં ગઈરાત્રે ગંજીપાના વડે જુગાર રમતા હાજીશા ઉમરશા શેખ, ભાવેશ રામજીભાઈ પરમાર, વિજય ભીમજીભાઈ ડુવા નામના ત્રણ શખ્સને સિટી એ ડિવિઝનની સર્વેલન્સ ટીમે પકડી લઈ પટમાંથી રૂ.૧૬૧૯૦ કબજે કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial