Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૬: જામનગરની જુની જી. જી. સરકારી હોસ્પિટલના અમુક વિભાગ/બિલ્ડીંગ ડિમોલીશન ફેઝ માં હોય,જે અન્વયે કેટલાક વિભાગો સ્થળાંતરીત કરવામાં આવ્યા છે.
જામનગરની વર્ષો જૂની જી જી હોસ્પિટલ બિલ્ડીંગ ને તોડી પાડી ને તેના સ્થાને નવું બાંધકામ કરવામાં આવનાર છે. આથી સ્થળાંતર કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં કેટલાક વિભાગોને અલગ અલગ સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા છે. જેમાં એ.એન.સી. સોનોગ્રાફીને જૂની કેન્ટીન (એસબીઆઈ એટીએમ પાસે)માં, બર્ન્સ વોર્ડને ટી.બી સી ડી બિલ્ડીંગ પહેલો માળ - અઈસોલેશન વોર્ડ માં ,એમ એસ - ૭ વોર્ડ. ને ઓ.પી.ડી બિલ્ડીંગ પહેલો માળ - આંખ ફીમેલ વોર્ડમાં,. કોબાલ્ટ ઓ.પી.ડી.ને ૭૦૦ પથારી બિલ્ડીંગ ગ્રાઉન્ડ ફલોર - રેડીયોથેરાપી વિભાગના અંદરના ભાગમાં, તબીબી અધિક્ષકની કચેરી અને વહીવટી વિભાગને જૂની કોલેજ બિલ્ડીંગ બીજો માળ (માઈક્રોબાયોલોજી વિભાગ)માં,
અધિક તબીબી અધિક્ષકની કચેરીને ૭૦૦ પથારી બિલ્ડીંગ કોબાલ્ટ ઓ.પી.ડી.માં - દર્દી વિષયક સેવાઓ માટે, આર.એમ.ઓની કચેરીને ૭૦૦ પથારી બિલ્ડીંગ ગ્રાઉન્ડ ફલોરમાં, પ્રીઝનર કેબીનને ૭૦૦ પથારી બિલ્ડીંગ, ૯ મો માળ, ૯-એ વોર્ડમાં, નર્સિંગ અધિક્ષકની કચેરીને જુનો પી.એમ વિભાગ, પોસ્ટ ઓફીસ સામે, તથા દર્દીઓના સગા માટે ટુ વ્હીલર પાર્કિંગ સોલેરીયમ પાસેની જગ્યા (ડીન ઓફિસના પાછળનાં ભાગ સુધીની)નો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial