Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'પે એન્ડ પાર્ક' સુવિધા માટે
જામનગર તા. ૯: જામનગર શહેરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવરના નિર્માણ કાર્ય, કામમાં વિલંબ, એક અત્યંત ઉપયોગી રેમ્પનું છેલ્લી ઘડીએ ગાયબ થઈ જવું, તેમ છતાં ભાવમાં રૂ. ત્રીસ લાખનો તોતિંગ વધારો, ખુલ્લા વીજ કેબલોના જાળા વિગેરે મુદ્દામાં સાથે ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બની રહ્યો છે.
ફ્લાય ઓવર નીચેના ગાળાઓ પૈકી પ૩ ગાળાઓને માસિક ધોરણે ભાડે આપવા મહાનગરપાલિકાએ પ્રક્રિયા તો હાથ ધરી, પણ પ્રથમ પ્રયત્નમાં કોઈ પ્રતિભાવ નહીં મળતા હવે ભાડે આપવાની ઓફર પહોંચાડવા બીજો પ્રયત્ન કરવો પડ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે એક ગાળાનું માસિક ભાડું રૂ. ર૦ હજાર અર્થાત્ વાર્ષિક ભાડું રૂ. બે લાખ ચાલીસ હજાર થાય છે. આ પ્રકારના ખૂબ જ ઊંચા ભાડા દરના કારણે કોઈ ઓફર આપવા ઉત્સુક નથી. તે શક્ય છે ઊંચા ભાડા દરને કારણે ગાળા હજુ કેટલો સમય ભાડાની આવક વગર રહેશે તેનો કોઈ ખુલાસો નથી. એટલું જ નહીં, ગાળા તો ભાડે દેવાય ત્યારે... પણ હાલ આ ગાળામાં કોઈએ કોઈપણ નાના-મોટા વાહન પાર્ક નહીં કરવા તેવા 'નો પાર્કિંગ'ના બોર્ડ લગાડી દેવાયા છે. કમ-સે-કમ ગાળા ભાડે ન અપાય ત્યાં સુધી વાહનો પાર્ક કરવાની સુવિધા લોકોને મળે તે માટે ત્યાં વ્યવસ્થિત રીતે નાના-મોટા વાહનો પાર્ક થાય તેવી બંદોબસ્ત સાથેની વ્યવસ્થા તો ગોઠવી જ શકાય!
આ તો આપણી જામનગરની મહાનગરપાલિકા છે, ભાઈ... અહીં તો ફ્લાય ઓવર બની ગયોને... બસ હવે સમર્પણ પાસે બ્રિજ બનાવવો છે. ત્યાં ધ્યાન આપો... અહીંનો વહીવટ તો પૂરો થયો, સંલગ્ન વ્યવસ્થા, સુવિધા, મનપાને આવક જાય ભાડમાં!
મ્યુનિ. કમિશનર તેમજ ચૂંટાયેલા ભાજપના પદાધિકારીઓ દ્વારા જામનગરને મળેલ આ અતિ ઉપયોગી અને કરોડોના ખર્ચે બનેલા ફ્લાય ઓવરનો તથા તેને સંલગ્ન વ્યવસ્થાનો પૂરેપૂરો લાભ મળે તે દિશામાં યોગ્ય અને તાકીદે પગલાં લેવાની જરૂર છે... નહીંતર નીચેના ગાળાઓ આવનારા ગણતરીના મહિનાઓમાં જ દબાણો, ગંદકી, ઢોરના અડીંગા, ગેરકાયદે ધંધાઓથી ધમધમતા થઈ જશે અને પછી જેમ છાસવારે નગરમાં બહાદુર એસ્ટેટ શાખા દ્વારા દબાણો હટાવવાના નાટકો થાય છે તેવો સીલસીલો આ ફ્લાય ઓવર નીચેના ગાળાઓમાં તથા ફ્લાય ઓવર નીચેના બન્ને માર્ગો પર પણ ચાલુ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial