Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'સિનિયર સિટીઝન કાર્ડ' માટે
જામનગર તા. ૯: જામનગરના જૈન સંગઠન ફાઉન્ડેશન અને એમ.પી. શાહ વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે તા. ૧૦/૧ર અને તા. ૧૧/૧ર ના બે દિવસ માટે સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડ આપવા માટેનો કેમ્પ ખોડિયાર કોલોનીમાં આવેલ એમ.પી. શાહ વૃદ્ધાશ્રમમમાં યોજવામાં આવ્યો છે.
આ સંસ્થાના કાર્યકર્તાઓ યોગ્ય રીતે ફોર્મ ભરી, ડોક્યુમેન્ટ ચકાસી અને ફોર્મ સક્ષમ અધિકારીને કાર્ડની કાર્યવાહી કરવા માટે સોપી દેશે. જેમનો વારો આવશે તેમને ફોનથી જાણ કરી સેવા-સદનમાં રૂબરૂ ફોટા પડાવવા જવા માટે સૂચના આપવામાં આવશે. આ કેમ્પ પૂરો થયા પછી જામનગર શહેરમાં અન્ય સ્થળે પણ આ પ્રકારના કેમ્પનું આયોજન કરી વરિષ્ઠ નાગરિકોને સહાય કરવામાં આવશે.
જરૂરી નોંધઃ જે લોકો પાસે સ્કૂલ લીવીંગ/જન્મનો દાખલો ના હોય તે લોકો સિવિલ સર્જનનો દાખલો રજૂ કરી શકે છે. દર મંગળવારે સવારે જી.જી. હોસ્પિટલમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઈઝના ફોટા-ર સાથે લઈ જઈ સિવિલ સર્જનનો દાખલો મેળવી શકાશે. આ ત્રણ જ ડોક્યુમેન્ટ્સ વેલીડ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial