Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ દ્વારા પોલીસને જાણ કરાઈઃ
જામનગર તા. ૧૬: કાલાવડના મોટા વડાળા ગામમાં એક પરિણીતાનું આંચકી આવી ગયા પછી મૃત્યુ નિપજ્યું છે. ગ્રામ્ય ડીવાયએસપીએ વધુ તપાસ હાથ ધરી છે. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં વસવાટ કરતા આરતીબેન નીતિનભાઈ કોટડીયા (ઉ.વ.ર૮) નામના પરિણીતા મંગળવારે રાત્રે પોતાના ઘરે ભોજન લેતા હતા ત્યારે અચાનક આંચકી આવી જતા ઢળી પડ્યા હતા. આ પરિણીતાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પતિ નીતિનભાઈ ધીરજભાઈ કોટડીયાએ પોલીસને જાણ કરી છે. આ મહિલાના અઢી વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. પીએસઆઈ સી.બી. રાંકજાએ અપમૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ માટે ગ્રામ્ય ડીવાયએસપીને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial