Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા ન.પા.નું અંધેર તંત્રઃ
ખંભાળીયા તા. ૧૬: ખંભાળીયા નગરપાલિકા વિસ્તારમાં ગંદકીનો પ્રશ્ન પાલિકાના અણધડ અને નકામા જેવા તંત્ર દ્વારા હજુ ઉકેલાયો નથી. પ્રથમ વખત સાંસદ અને ધારાસભ્ય જેવા નેતાઓએ દરમિયાનગીરી કરવી પડી છે.
પીવાના પાણીના મુદ્દે કલેક્ટર કચેરીમાં ચીફ ઓફિસર સામે જાહેર ન્યુસન્સની ફરિયાદ હજુ ઊભી છે, ત્યારે વોર્ડ નં. ર માં તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીના નળમાં મચ્છરોના જીવતા પોરા/ઈંડા અને જીવાત સાથે દુર્ગંધયુક્ત ગંદુ પાણી વિતરણ થતા લોકોએ પાણી પીવાનું બંધ કરવું પડે તેવી સ્થિતિ થઈ છે...!!
તિરૂપતિ સોસાયટીમાં નળના પાણીમાં જીવાત સાથેનો વિડીયો વાયરલ થતા તથા આ બાબતે જાગૃત નગરજનો દ્વારા જિલ્લાના અધિકારીઓ તથા રાજકીય અગ્રણીઓને મોકલીને તથા આરોગ્ય જિલ્લા અધિકારીને આ સ્થળના નમૂના લેવા રજૂઆત થઈ છે.
અત્યંદ ગંદુ અપાતું પાણી હવે જીવાતવાળું આવવા છતાં પાલિકાના અધિકારીના મનમાં કર્મનિષ્ઠાના 'જીવાણું' હજી જાગૃત ના થતા ભારે ચર્ચા જાગી છે.
ખંભાળીયા નગરપાલિકામાં તોતીંગ બહુમતી સાથેના ભાજપના શાસનમાં પદાધિકારીઓ અને નગરસેવકો દ્વારા ગંદરી, બિનઆરોગ્યપ્રદ પાણીનું વિતરણ જેવા અતિ ગંભીર અને ચિંતાજનક પ્રશ્ને પદાધિકારીઓની નિષ્ક્રિયતા લોકોમાં ભારે નારાજગી સાથે ટીકાપાત્ર બની રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial