Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્...!!!

તા. ૦૭-૦૧-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે....

અમેરિકાના વેનેઝુએલા પર કબજાને લઈ વિશ્વભરના ટ્રમ્પ સરકાર પર ફીટકાર અને યુનાઈટેડ નેશન્સની મીટિંગમાં પણ અમેરિકા સામે આકરાં વલણના સંકેત અને હવે અમેરિકા દ્વારા ઈરાન, ગ્રીનલેન્ડ સહિતમાં હસ્તક્ષેત્રની તૈયારીના અહેવાલોએ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં વૈશ્વિક બજારોની સાથે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદી સામે વિદેશી ફંડોની શેરોમાં સતત વેચવાલીએ સેન્સેક્સ, નિફટી બેઝડ બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૮%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૬૪% અને નેસ્ડેક ૦.૬૭% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૦% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૮૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૦૭ અને વધનારની સંખ્યા ૧૭૦૧ રહી હતી, ૧૭૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર કોમોડીટી, એફએમસીજી, હેલ્થકેર, આઈટી, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ અને ફોકસ્ડ આઈટી સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ।.૧,૩૯,૧૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૧,૩૯,૧૪૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૧,૩૮,૦૨૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૭૨૨ પોઈન્ટના ઘટાડા સાથે રૂ।.૧,૩૮,૩૬૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ।.૨,૫૭,૫૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૨,૫૯,૬૯૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૨,૫૪,૩૫૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૦૬૦ પોઈન્ટના ઘટાડા સાથે રૂ।.૨,૫૪,૮૧૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

જેએસડબ્લ્યુ સ્ટીલ (૧૧૭૮) : આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૧૧૬૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૧૧૫૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૧૧૯૩ થી રૂ।.૧૨૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૧૨૧૨ ઉપર તેજી તરફી ધ્યાન...!!

લોધા ડેવલોપર્સ (૧૧૨૩) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ।.૧૧૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૧૦૯૭ ના સપોર્ટથી આ સ્ટોક ૧૧૩૮ થી રૂ।.૧૧૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

જીન્દાલ સ્ટીલ (૧૦૮૫) : રૂ।.૧૦૬૪ નો પ્રથમ તેમજ રૂ।.૧૦૫૫ બીજા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૧૦૯૭ થી રૂ।.૧૧૦૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

સ્ટેટ બેન્ક (૧૦૧૮) : પબ્લિક બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ।.૧૦૨૪ થી રૂ।.૧૦૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ।.૯૯૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજારની ભાવી દિશા સંતુલિત આશાવાદ સાથે જોવાતા, એક તરફ મ્યુચ્યુઅલ ફંડો અને અન્ય સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત અને મજબૂત ખરીદી બજાર માટે મજબૂત આધાર પૂરો પાડી રહી છે. ખાસ કરીને એસઆઈપી મારફત થતી નિયમિત રોકાણ પ્રવૃત્તિઓ, એયુએમમાં સતત વધારો અને રિટેલ રોકાણકારોની લાંબા ગાળાની ભાગીદારીથી બજારમાં કોઈ પણ કરેકશન દરમિયાન મોટા પાયે પેનિક સેલિંગ થવાની શક્યતા ઓછી દેખાય છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી વચ્ચે પણ બજાર ટકીને રહ્યું છે, જે દર્શાવે છે કે ભારતીય શેરબજાર હવે સ્થાનિક મૂડી પર વધુ નિર્ભર અને આત્મનિર્ભર બનતું જઈ રહ્યું છે.

બીજી તરફ, ભારે વોલેટિલિટી, ઊંચા વેલ્યુએશન અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓને કારણે ટૂંકા ગાળામાં બજારમાં ઉતાર-ચઢાવ યથાવત્ રહેવાની સંભાવના છે. નવા રોકાણકારોની ગતિમાં મંદી એ સૂચવે છે કે આગળ વધતા બજારમાં પસંદગી આધારિત રોકાણ અને સેક્ટર રોટેશન વધુ મહત્વનું બનશે. લાંબા ગાળે ભારતની આર્થિક વૃદ્ધિ, કોર્પોરેટ કમાણીમાં સુધારો અને સ્થાનિક બચતનો મોટો હિસ્સો ઇક્વિટી તરફ વળતો રહે તે બજાર માટે સકારાત્મક પરિબળ રહેશે. પરિણામે, ભારતીય શેરબજાર આગળ વધશે પરંતુ સીધી રેખામાં નહીં, સમયાંતરે કરેકશન અને સંકોચન બાદ મજબૂત આધાર પર ધીમે-ધીમે ઊંચાઈ તરફ આગળ વધતો રહેશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh