Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છરી બતાવી પતાવી દેવાની ધમકી પણ આપીઃ
જામનગર તા. ૧૮: જામનગરના એક યુવાનના પિતરાઈને ચારેક મહિના પહેલાં ફોટા પાડવા બાબતે બે શખ્સ સાથે બોલાચાલી થયા પછી આ યુવાનને ગઈરાત્રે એક શખ્સ બોલાવી ગયો હતો. તે પછી ચાર શખ્સે આ યુવાનને ગાળો ભાંડી ફડાકા ઝીંકવા ઉપરાંત છરી બતાવી ધમકી આપી હતી અને કાચની બોટલના છૂટા ઘા કર્યા હતા. ઈજાગ્રસ્તે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે ભીમવાસની શેરી નં.૨માં વસવાટ કરતા કમલભાઈ માવજીભાઈ ચાવડા નામના યુવાન ગઈકાલે રાત્રે ભીમવાસના ઢાળીયા પાસે હતા ત્યારે રોહિત ગોહિલ, રામ મદ્રાસી, મહંમદ દલ, ઓસમાણ દલ નામના ચાર શખ્સ ધસી આવ્યા હતા.
આ શખ્સોએ તને શેનો પાવર છે તેમ કહી ગાળો ભાંડવા ઉપરાંત ફડાકા ઝીંકી દીધા હતા. ચારેક મહિના પહેલાં કમલભાઈના પિતરાઈને રોહિત તથા રામ મદ્રાસી સાથે ફોટા પાડવા બાબતે બોલાચાલી થયા પછી ગઈકાલે રાત્રે રોહિત બોલાવવા આવ્યો હતો અને તેના ભેગા ગયેલા કમલભાઈ પર બાકીના ત્રણ શખ્સ તૂટી પડ્યા હતા.
આ શખ્સોને ગાળો બોલવાની ના પાડતા મહંમદ તથા ઓસમાણે છરી બતાવી પતાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે ડરી ગયેલા કમલભાઈએ ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરતા આ શખ્સોએ નજીકમાં પડેલ કાચની બોટલો ઉપાડી ઘા કર્યા હતા. તેથી પગ અને વાંસામાં કમલભાઈને ઈજા થઈ હતી. તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial