Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા પાલિકા દ્વારા જાહેરમાં પેશાબ-શૌચ કરનાર સામે લેવાશે પગલાં

કડક દંડનિય વસૂલાત થશેઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયામાં ચિફ ઓફિસર રાહુલ કરમુર અને નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીએ જાહેરમાં લઘુશંકા, શૌચ કરતા, ગંદકી કરતા લોકો સામે કડક પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી છે.

મિશન સ્વચ્છ ભારત અંતર્ગત નગરના દરેક ઘર તથા સરકારી કાર્યાલયમાં, નિયમ મુજબની સેફ્ટી ટેંક બનાવવી તથા તેનું દર ત્રણ વર્ષે સાફ કરી ખાલી કરાવવી ફરજિયાત છે તથા જાહેરમાં પેશાબ કરનાર સામે કે શૌચ કરનાર સામે પ્રથમ પ૦ રૂપિયા, બીજી વખત ૧૦૦ રૂપિયા દંડ તથા શૌચાલયનું ગંદુ પાણી તથા ગટરનું ગંદુ પાણી જાહેરમાં નિકાલ કરનારને પ્રથમ ૧૦૦ રૂપિયા તથા બીજી વખત ૩૦૦ રૂપિયા દંડ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

શહેરમાં સેફ્ટી ટેંક ખાલી કરવાનો ચાર્જ ૧પ૦૦ રૂપિયા એક ફેસનો તથા દૂરના વિસ્તાર માટે પ્રતિ કિ.મી. ૧પ રૂપિયા વહીવટી ચાર્જ લગાડવામાં આવે છે.

ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં જ્યાં બાંધકામનો કચરો હોય તે કચરો નાખનાર સામે બે હજાર રૂપિયા વહીવટી ચાર્જ વસૂલ કરવાનો પણ હુકમ કરાયો છે તથા પાલિકાના વાહનમાં આ કચરો ઉપાડવાનો ચાર્જ ૧પ૦૦ રૂપિયા પ્રતિફેરાનો નક્કી કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh