Advertisement
Author: નોબત સમાચાર

એસ્સાર ગ્રુપ દ્વારા સ્વચ્છ-વિશ્વસનિય યોજનાઓ પ્રસ્તૂત કરાઈ

રાજકોટમાં યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટમાં

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૨: રાજકોટમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટમાં એસ્સાર ગ્રૂપે સ્વચ્છ અને વિશ્વસનીય ઊર્જા માટેની પોતાની યોજનાઓ રજૂ કરી. કંપનીએ પરંપરાગત ઊર્જાને લો-કાર્બન ઉકેલો સાથે સંયોજિત કરી પાવર જનરેશન અને સ્વચ્છ ઇંધણ ક્ષેત્રમાં પોતાના કાર્યને દર્શાવ્યું અને જણાવ્યું કે તે કેવી રીતે પ્રદૂષણ ઘટાડવા અને દેશની પ્રગતિ માટે તેઓ યોગદાન આપી રહૃાા છે.

એસ્સાર પાવર હાલમાં ગુજરાતના સલાયામાં અદ્યતન સબ-ક્રિટિકલ ટેકનોલોજીનો ઉપયોગ કરતાં ૧.૨ જીડબલ્યુ ના પાવર પ્લાન્ટનું સંચાલન કરે છે. કંપની તેની પરંપરાગત પાવર ક્ષમતાને લગભગ ૫ જીડબલ્યુ સુધી વિસ્તૃત કરવાની યોજના બનાવી રહી છે, સાથે જ  તેની કાર્યક્ષમતા સુધારવા અને ક્રમશઃ ઉત્સર્જન ઘટાડવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

પરંપરાગત ઊર્જા ઉત્પાદન સાથે, એસ્સાર ગ્રુપ તેના રીન્યુએબલ ઊર્જા વ્યવસાયને પણ વધારી રહૃાુ છે. ગ્રુપ સોલર, વીન્ડ અને બેટરી એનર્જી સ્ટોરેજના પ્રોજેક્ટ્સ વિકસાવી રહૃાું છે અને આગામી પાંચ વર્ષમાં ૧૫ જીડબલ્યુ ક્ષમતા નિર્માણનો આયોજન કરી રહૃાું છે.

એસ્સાર ગ્રુપે એનએચપીસી અને એસજેવીએન તરફથી ૯૦૦એમડબલ્યુ ક્ષમતાના કુલ ત્રણ કેન્દ્રીય સરકારનાં રીન્યૂએબલ ઊર્જા ઉત્પાદનના ટેન્ડર મેળવ્યા છે, જે લગભગ ૧.૫ જીડબલ્યુપી સ્થાપિત ક્ષમતા સુધી તબદીલ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ્સ ભારતના ૨૦૩૦ સુધી ૫૦૦ જીડબલ્યુ નવીકરણ યોગ્ય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાની લક્ષ્યાંક સાથે સુસંગત છે.

પરંપરાગત ઉર્જા ઉત્પાદનથી આગળ વધીને એસ્સાર તેના ફ્યુચર એનર્જી વ્યવસાયો મારફતે નવી પેઢીનું સ્વચ્છ ઇંધણ ઉત્પાદનની પહેલો તરફ આગળ વધી રહૃાું છે. એસ્સાર ગ્રુપ પ્રતિ વર્ષ ૧ મિલિયન ટનની ક્ષમતા ધરાવતી વ્યાવસાયિક સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (એસએએફ) અને હાઇડ્રોટેરીટેડ વેજીટેબલ ઓઈલ (એચવીઓ) બાયો-રિફાઇનરીનું નિર્માણ કરી રહૃાું છે, આ પ્રકારની દેશની આ પ્રથમ રિફાઇનરી હશે. આ પ્રોજેક્ટથી વિમાન સેવા, જહાજ સેવા અને ભારે પરિવહન ક્ષેત્રોમાં નોંધનીય ડિકાર્બનાઇઝેશન (કાર્બન ઉત્સર્જન ઘટાડવા) માટે મદદ મળશે.

રાજકોટમાં યોજાયેલ આ વાઈબ્રન્ટ ગુજરાતમાં એસ્સાર ગ્રૂપે જણાવ્યું કે પારંપરિક ઉર્જા ઉત્પાદન સાથે રિન્યૂએબલ અને સ્વચ્છ ઇંધણના સમન્વયનો તેનો અભિગમ ગુજરાતના વિકાસ માટેની તેની કટિબદ્ધતા અને દેશના ઔદ્યોગિક વિકાસ અને એનર્જી ટ્રાન્સીશનની પહેલમાં એસ્સારની મહત્ત્વની કામગીરીનો પરિચય આપે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh