Advertisement
Author: નોબત સમાચાર

સોમનાથ સ્વાભિમાન ૫ર્વમાં "નવ"ના આંકડાનો દૈવી સંયોગ

સંખ્યાશાસ્ત્ર અને ભક્તિનો સમન્વય

                                                                                                                                                                                                      

પ્રભાસ પાટણના આંગણે ઉજવાઈ રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ' માં ભક્તિની સાથે એક અત્યંત અદ્ભૂત અને આધ્યાત્મિક સંયોગ પણ જોવા મળી રહ્યો છે. આ મહોત્સવના આયોજનમાં 'નવ' (૯) ના અંકનો જે અદભૂત સમન્વય રચાયો છે, તે શ્રદ્ધાળુઓમાં કુતૂહલ અને આસ્થાનો વિષય બન્યો છે. ભારતીય શાસ્ત્રોમાં '૯' ના અંકને પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે, અને આ પર્વમાં તેની ઝલક ડગલેને પગલે જોવા મળી રહી છે. સંખ્યાશાસ્ત્ર અને ભક્તિનો અનોખો સમન્વય થયો છે.

સોમનાથના આ આયોજનમાં સમય અને તારીખનો મેળ કંઈક એવી રીતે બેઠો છે કે, જેનો સરવાળો અંક '૯' પર આવે છે, જે અંગે થોડું જાણીયે...

શુભારંભ આ મહોત્સવની શરૂઆત ૮/૧ ના રોજ થઈ છે (૮+૧=૯), અખંડ ઓમકાર જાપપર્વના પ્રારંભે સવારે ૯ કલાક અને ૯ મિનિટે અખંડ ઓમકાર જાપના મંત્રોચ્ચાર શરૂ કરવામાં આવ્યા. આ સમયના અંકોનો સરવાળો પણ (૯+૯=૧૮, અને ૧+૮=૯) થાય છે.

સમગ્ર મહોત્સવ જાણે કે ગ્રહ નક્ષત્રો અને  અંકોના શુભ સંયોગ સાથે આકાર લઈ રહ્યો હોય તેવું પ્રતીત થાય છે.

શૌર્ય યાત્રામાં ૧૦૮  અશ્વોનું જોડાણ

સ્વાભિમાન પર્વના આકર્ષણમાં વધારો કરતા, આ મહોત્સવમાં યોજાનાર શૌર્ય યાત્રામાં પણ ૧૦૮ અશ્વોની એક વિશાળ અને ભવ્ય યાત્રા નીકળશે. હિન્દુ સંસ્કૃતિમાં ૧૦૮ નો અંક અત્યંત પવિત્ર માનવમાં આવે છે. જેનો સરવાળો પણ (૧+૮=૯) થાય છે. અશ્વોને શક્તિ અને ગતિનું પ્રતિક માનવમાં આવે છે, ત્યારે આ યાત્રા સોમનાથની ગરિમા અને ભારતીય અસ્મિતાના વિજયનાદને ગુંજવશે.

સમગ્ર વાતાવરણ શિવમય

આ અદ્ભૂત સંયોગો વચ્ચે સોમનાથ મંદિરનું પરિસર હરહર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું છે. એક તરફ સંખ્યાશાસ્ત્રનું વિજ્ઞાન અને બીજી તરફ ભક્તોની અતૂટ આસ્થા- આ બન્નેના મિલનથી સોમનાથ સ્વાભિમાન પર્વ ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે. આ પર્વ માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ ભારતના પુનર્જાગરણ અને આત્મગૌરવની અભિવ્યક્તિ બની રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh