Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈએ વીડિયો બનાવીને કર્યાે હતો વાયરલઃ
જામનગર તા. ૧૦: લાલપુરમાં એક શખ્સ નશાની હાલતમાં પોલીસ વિરૂદ્ધ બોલતો હોય તેવો વીડિયો વાયરલ થયા પછી પોલીસે તે શખ્સ તથા તેને દારૂ પૂરો પાડનાર શખ્સની અટકાયત કરી બંને સામે ગુન્હો નોંધ્યો છે.
તાજેતરમાં ઈન્સ્ટાગ્રામમાં લાલપુરના ધરારનગર વિસ્તારમાં એક પરપ્રાંતીય શખ્સ દારૂ પીતો હોય તેવો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. તે વીડિયો અંગે લાલપુર પોલીસે પીઆઈ કે.એલ. ગળચરના વડપણ હેઠળ શરૂ કરેલી તપાસમાં વીડિયોની ખરાઈ કરવામાં આવતા ધરારનગર વિસ્તારમાં ભાવેશ જેતરેભાઈ મોરે ઉર્ફે ખંડુ નામનો શખ્સ હોવાનું જણાઈ આવ્યું હતું.
મૂળ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના ટેંબા ગામનો વતની અને હાલમાં લાલપુરના ગોવાણા ગામમાં ખેતમજૂરી કરતા ખંડુ ઉર્ફે ભાવેશની અટકાયત કરી લેવામાં આવી હતી. આ શખસે નશાની હાલતમાં પોલીસ વિશે બોલ્યો હોવાનું કબૂલ્યું છે અને તેણે લાલપુરના ધરારનગર વિસ્તારમાં ચીકનની એક દુકાનેથી દારૂ મેળવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તે દુકાનવાળા આસિફ હાસમ ધુધા સામે પણ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial