Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૯: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા તા.૧૨/૦૫/૨૦૨૬ના સવારે ૧૦:૩૦ કલાકે આઈ.ટી.આઈ., દ્વારકામાં નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયુ છે.
જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને એસ.એસ.સી. અને આઈ.ટી.આઈ ફિટર જેવી લાયકાત ધરવતા ઉમેદવારો માટે હેલ્પર, ફિટર, કન્વેયર અટેન્ડસ, વીમા સખી અને એજન્ટ જેવી જગ્યાઓ માટે જોબફેરનું આયોજન કરવામાં આવેલ છે. આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકાશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial